IPO શું છે.
IPO એ ખાનગી કંપનીના શેર જાહેર
જનતાને ઓફર કરવાની પ્રક્રિયાનો સંદર્ભ આપે છે.
IPO નું સંપૂર્ણ નામ 'Initial Public Offering' છે. કોઈ પણ કંપની જ્યારે સૌથી પહેલા પોતાના હિસ્સો (શેર) સ્ટોક માર્કેટ માં
ઇન્વેસ્ટર ને ઓફર કરે છે તેને જ IPO તરીકે ઓળખવામાં આવે છે. આ IPO બહાર બહાર પાડવાની સંપૂર્ણ પ્રક્રિયા SEBI ધ્વારા નિયંત્રિત કરવામા
આવતી હોય છે. IPO જે પણ ઇન્વેસ્ટર ખરીદે તે
ઇન્વેસ્ટર જે તે કંપનીનો હિસ્સો ખરીદે છે અને તે ઇન્વેસ્ટર તે હિસ્સાની માલિકી
ધરાવે છે.
ખાનગી કંપનીને રોકાણ
કારોના રોકાણમાંથી મુડીનો સંપૂર્ણ લાભ લેવા માટે PIO ખુબ મહત્વપૂર્ણ બની રહે છે.
IPO એ કંપનીને પ્રાથમિક
બજારમાંથી શેર મારફતે મૂડી પ્રાપ્ત કરવાનો માર્ગ છે.
IPO માં કંપની દ્વારા શેર
પબ્લીક ને લોટમાં આપવામાં આવે છે. એક લોટમાં અંદાજે 60 થી વધું શેર હોઈ શકે છે. અથવા કંપનીએ ફાળવ્યા મુજબના શેર હોય છે. આ લોટની
કિંમત મોટા ભાગે એક શરની કિંમત કેટલી રાખી છે તેના પરથી નક્કી કરી શકાય છે.
Follow on public offer
FPO એ સ્ટોક એક્સચેન્જ માં
લિસ્ટેડ કંપનીના શેર છે. રોકાણકારો તે સ્ટોક એક્સચેન્જમાંથી શેર ખરીદી રોકાણ કરી
શકે છે.
કંપની દ્વારા IPO બહાર પાડ્યા પછી વધારાના શેર FPO તરીકે બહાર પાડવામાં આવે
છે. જેને સેકન્ડરી ઓફરિંગ તરીકે ઓળખવામાં આવે છે.
કંપની સામાન્ય રીતે ઇક્વિટી
વધારવા અથવા દેવું ઘટાડવા FPO ની જાહેરાત કરે છે.
કંપની IPO કેમ બહાર પાડે છે.
કોઈ પ્રકારના બીઝનેસ ને શરૂ
કરવા માટે નાણા ની જરૂરીયાત હોય છે. અને બીઝનેસ શરૂ થાય પછી પણ પોતાના બિઝનેસને વધુ
આગળ વધારવા માટે નાણા ની જારૂરીયાત રહેતી હોય છે. આ નાણા ની જરૂરીયાત કંપનીઓ બેંક
પાસેથી લોન લઈને કે કોઈ અન્ય પ્રાઇવેટ કંપનીને પોતાનો હિસ્સો આપીને પૂર્ણ કરતી હોય
છે. જયારે કંપનીને મોટા ભંડોળની જરૂરિયાત હોય ત્યારે કંપની પોતાના હિસ્સા માંથી ૨૦%
કે ૩૦% હિસ્સો પબ્લિક ઓફર કરે ત્યારે તેને IPO તરીકે ઓળખવામાં આવે છે.
આ ઉપરાંત અન્ય જરૂરિયાતો
પૂર્ણ કરવા માટે પણ કોઈ પણ કંપની IPO બહાર પાડી શકે છે. જેમ કે લોન ચુકવવા માટે પણ IPO કોઈ પણ કંપની બહાર પાડી શકે છે. થતા કંપનીના જરૂરી ખર્ચને
પહોંચી વળવા માટે પણ IPO બહાર પાડી
શકાય છે. પોતાનો વધુ વિકાસ કરવા માટે પણ કંપની IPO બહાર પાડી શકે છે.
IPO બહાર પાડની Process.
કોઈ પણ કંપનીને IPO બહાર પાડવા માટે તે કંપનીને એક વેપારી બેંક ની જરૂરી પડતી
હોય છે. વેપારી બેન્કને Investment Bank કે (Merchant Bank) તરીકે પણ
ઓળખવામાં આવે છે. ICIC Bank, SBI Bank, Bank of Baroda, વગેરે બેન્ક Merchant Bank તરીકેનું
કાર્ય કરે છે. વેપારી બેંક કંપનીની સંપૂર્ણ માહિતી લીધા પછી જો તેમને એવું લાગે કે
કંપની સારી છે અને ભવીષ્યમાં ગ્રો કરી શકે તેવી છે અને તેનાથી પોતાને પણ ફાયદો થાય
તેમ છે તો તેઓ કંપનીને IPO બહાર પાડવા
માટે જરૂરી કાર્ય બેંક પોતાના તરફથી કરે છે.
Due Diligence & Fillings and legal.
આ માં Investment Bank Firm Commitment નું કાર્ય કરે
છે. જેમાં IPO બહાર પાડનાર કંપની ને ખાતરી
આપે છે કે કંપનીએ ઈશ્યુ કરેલ શેર લે ને લે છે અને તે શેરને પોતાની તરફથી
માર્કેટમાં સેલ કરે છે. જો તેમાં નફો થાય કે નુકસાન તેની ભરપાઈ પોતે કરશે.
Best Efforts Commitment આ માં Investment Bank કંપનીએ IPO બહાર પાડવા માટે કંપનીનું વેલ્યુએશન, Distribution, share price તૈયાર કરી આપે છે. પણ માર્કેટમાં કેવો ર્સ્પોન્સ મળે છે
તેની ખાતરી આપતી નથી.
Syndicate Underwriting.
જયારે IPO બહુ મોટો હોય જેમ કે 10 થી 20 હજારનો કરોડનો હોય ત્યારે Investment Bank અન્ય મેનેજરને
બોલાવીને પોતાનું કાર્ય બધાની વચ્ચે વહેંચી છે અને પોતે તેમનું નિયંત્રણ કરે છે.
DRHP શું છે.
નું પૂર્ણ નામ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ છે.
કોઈ પણ કંપની IPO પબ્લીકને ઓફર કરતા પહેલા કંપની
વિશે સંપૂર્ણ માહિતી આપતો રિપોર્ટ તૈયાર કરે છે આ એક ડોક્યુમેન્ટ છે જેમાં કંપની ની સંપૂર્ણ માહિતી વિસ્તૃતમાં
વર્ણવવામાં આવે છે. જેને DRHP તરીકે ઓળખવામાં આવે છે. આ
રિપોર્ટ માં કંપનીના મિશન અને વિઝન, પ્રમોટર, Competitive Advantage, Capital structure, વગેરે વિશે
તથા કંપની વિશેની સંપૂર્ણ માહિતી આ ડોક્યુમેન્ટ માં આપવામાં આવે છે. તથા કંપનીએ અત્યાર સુધીમાં
કેવું પ્રદર્શન કર્યું છે અને ભવિષ્યમાં કેવું પ્રદર્શન કરશે, આ દસ્તાવેજ એટલે કંપનીની જન્મ
કુંડળી ની જેમ સંપુર્ણ માહિતી આમાં હોય છે. તથા IPO લાવવાનો હેતુ, તથા IPO દ્વારા એકત્ર કરાયેલ નાણાંનો
ઉપયોગ કયાં કરવાનો છે. વગેરે વિશે સંપૂર્ણ માહિતી આપતો દસ્તાવેજ કંપનીએ SEBI ને સબમિટ કરવાનો હોય છે. આ ડોક્યુમેન્ટ Investment Bank દ્વારા તૈયાર
કરવામાં આવે છે. આ પછી જ કોઇ પણ કંપની IPO દ્વારા પોતાની હિસ્સેદારી આમ
પબ્લીકને ઑફર કરી શકે છે. કંપનીએ IPO માટે રજૂ કરેલ દસ્તાવેજ માં કોઇ
માહીતી અધૂરી કે અસ્પષ્ટ હોય તો SEBI કંપનીને IPO પબ્લિક ને ઑફર કરતા રોકી
શકે છે.
Compliances & fillings આમ સેબીની ગાઈડલાઈન મુજબ તથા સિક્યોરીટી
કોન્ટ્રાક્ટર એક્ટ અંતર્ગત સંપૂર્ણ કાર્ય હાથ ધરવામાં આવે છે. આમ આ કાર્ય સેબીની ગાઈડલાઈન
મુજબ કરવાનું હોય છે.
Pricing.
આમ કંપની પોતાની ટોટલ વેલ્યુંમાથી
જેટલી જેટલી વેલ્યુપબ્લિક ને ઓફર કરવામાં આવે છે તે નક્કી કરવામાં આવે છે. ધારો કે
કંપનીની ટોટલ વેલ્યુ 10,000 કરોડ ની છે, જેમાંથી કંપની ૨ કરોડની વેલ્યુ કંપની
પબ્લીકને ઓફર કરવામાં માંગે છેએટલે કે કંપની પોતાના માંથી ૨૦% ણો હિસ્સો વેચવા
માંગે છે. અને આ ૨૦% હિસ્સાની કિંમત ૨ હજાર કરોડ છે તેવું કહી શકાય. આ નક્કી થયા
પછી Investment Bank અને કંપની મળીને એક શેરની price નક્કી કરે છે. ધારો કે એક શેરની કિંમત ૨૦૦ રૂપિયા નક્કી
કરવામાં આવે તો કુલ ૧ લાખ થશે. 2,00,00,000/200= 1,00,000 આમ આ 1 લાખ શેરની કુલ વેલ્યુ 2 હાજર કરોડ છે.
IPO માં કોઈ પણ રોકાણકાર
પોતાની રીતે ૧ હજાર કે ૨ હજારના શેર ખરીદી શકતો નથી તેના માત રોકાણકારે શેર લોટમાં
ખરીદવા પડે છે. આમ IPO માં શેર
લોટમાં ખરીદવામાં આવે છે. લોટની સાઈઝ કંપની અને Investment Bank દ્વારા નક્કી
કરવામાં આવતી હોય છે. ધારો કે એક લોટમાં ૫૦ શેર કંપની દ્વારા નક્કી કરવામાં આવ્યા આવ્યા
હોય તો એક લોટ ખરીદવા માટે ઓછામાં ઓછા 10 હજાર ઇન્વેસ્ટ કરવા પાડે છે. જો તમારે
વધુ ખરીદવા હોય તો તમે 50 ની મલ્ટીપલ માં ખરીદી શકો છો.
Share price બે પ્રકારે નક્કી કરવામાં આવે છે.
Fixed Share આમાં કંપની દ્વારા ફિક્સ પ્રાઈસ નક્કી કરવામાં આવે છે. પણ
કંપનીને રોકાણકારો તરફથી યોગ્ય રિસ્પોન્સ ન મળે તો કંપની Book Building issue જેમાં 180 થી ૨૦૦ ની વચ્ચે રાખે છે જેમાં 180 ને Floor price અને 200 ને Cap price તરીકે
ઓળખવામાં આવે છે. આ બન્ને વચ્ચે ૨૦% ણો જ different રાખવામાં આવે છે.
Distribution.
Distribution માં કંપની અને Investment Bank બન્ને મળીને
ઈશ્યુ કરેલ શેરને અલગ અલગ રોકાણકારોને વેચવાનું નક્કી કરે છે જેમ કે Qualified institutional
buyer (QIB) ને
50% શેર આપવામાં આવે છે, Qualified institutional buyer માં mutual funds, pension funds, provident funds વગેરેનો સમાવેશ થાય છે.
Non institutional.
Non institutional ને 15% શેર આપવામાં આવે છે. Non institutional Investors એ individual investors હોય છે તેઓ 2 લાખ કીંમત સુધીના શેર ખરીદી શકે છે.
Retail Investor.
Retail Investor ને ૩૫% શેર આપવામાં આવે છે. Retail Investor 1 થી 18
સુધીના લોટ ખરીદી શકે છે. 18 થી વધુ શેર ખરીદનાર ઇન્વેસ્ટર ને HNI હાઈ નેટવર્ક ઇન્વેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે જે HNI Category થી અપ્લાય કરી
શકે છે.
Application Process.
જો Qualified institutional
buyer, Non institutional Investors, Retail Investor ને એવું લાગે કે price યોગ્ય છે અને IPO માં ઈન્વેસ્ટ કરવાથી પોતાને ફાયદો થાય તેમ છે તો તેઓ આ IPO ઇન્વેસ્ટ કરવા અપ્લાય કરી કરે છે.
Listing માટે કંપનીને ત્રણ દિવસ
સેબી દ્વારા આપવામાં આવે છે. આ ત્રણ દિવસમાં કંપનીએ ઈશ્યુ કરેલ શેરના બદલે ફંડ મળે
છે તથા જે ઇન્વેસ્ટર ને કંપની દ્વારા શેર આપવામાં આવ્ય નથી તેમને રિફંડ આપવામાં
આવે છે. શેર આપવામાં આપવામાં આવે છે. અને આ ત્રણ દિવસમાં કંપનીને NSE BSE માં listing થવાનું હોય છે.
તમે બ્રોકર દ્વારા IPO માં આ ત્રણ દિવસમાં અપ્લાય કરી શકો છો UPI થી પેમેન્ટ પણ કરી શકો છો.
Oversubscribe એટલે કંપનીએ જેટલા શેર
ઈશ્યુ કાર્ય હોય તેનાથી વધુ શેરની માંગ થાય ત્યારે તેને Oversubscribe તરીકે ઓળખવામાં આવે છે.
IPO ના બે
પ્રકાર પાડવામાં આવે છે.
(1)100 કરોડ થી વધું હોય તેવા IPO ને Mainline
IPO કહેવામાં આવે છે. આ IPO મોટી મોટી કંપનીઓ દ્વારા સ્ટોક માર્કેટમાં પબ્લીકને ઑફર કરવા માટે લાવવામાં
આવે છે. આ IPO મોટા ભાગે ત્રણ દિવસ માટે ચાલું કરવામાં છે.
(2) 100 કરોડ થી ઓછા હોય તેવા IPO ને Small and
Medium Enterprises IPO કહેવામાં આવે છે આ IPO નાની નાની કંપનીઓ દ્વારા સ્ટોક માર્કેટમાં લાવવામાં આવે છે. આ IPO મોટા ભાગે 4 દિવસ માટે ચાલું કરવમાં આવે છે.
IPO ચાલું દરમિયાન ઇન્વેસ્ટર IPO માટે અપ્લાય કરી શકે છે, IPO બંધ થયા પછી કંપની સ્ટોક
માર્કેટના લિસ્ટેડ થઈ જાય છે. કંપનીની લિસ્ટેડ થયા પછી જો તેના શેરની કિંમત વધે તો
કંપનીના IPO માં અપ્લાય કરેલ ઇન્વેસ્ટર ને 2 થી 3 ટકા રિટર્ન મળે છે, પણ તે મળશે જ તેવું નક્કી કહી
શકાય નહિ ક્યારેક પૈસા ડૂબવાની પણ સંભાવના હોય છે. એટલા માટે IPO માં ઇન્વેસ્ટ કરતાં પહેલા પ્રોપર કંપનીની ફંડામેન્ટલ ની ચકાસણી કરવી ખુબજ
જરૂરી છે.

0 ટિપ્પણીઓ