સ્ટોક એક્સચેન્જ દ્રિતીય બજાર
સ્ટોક એક્સેન્જ એ એક સંસ્થા છે. જે શેરનું દ્રિતીય બજારનું પ્લેટફોર્મ પૂરું
પાડે છે. આ શેરનો વેપાર ભૌતિક અને વર્ચ્યુઅલ એમ બન્ને રીતે થાય છે.
સ્ટોક બજાર વર્ષ 1494 થી એમ્સ્ટર્ડમ સ્ટોક એક્સચેન્જ નેધરલેન્ડ વિશ્વમાં સૌપ્રથમ વખત સ્થાપના થઇ હોવાનું
માનવામાં આવે છે.
સ્ટોક એક્સચેન્જ માં રોકાણકારો દ્વારા સ્ટોક બ્રોકરની મદદથી લીસ્ટેડ કંપનીઓના શેરનું
ખરીદ-વેચાણ શક્ય છે. સ્ટોક બ્રોકર રોકાણકાર પાસેથી સ્ટોકના ટ્રાન્સફરના બદલામાં
પોતાનો નફો પ્રાપ્ત કરે છે.
સ્ટોક અને શેરનો એકબીજાના બદલામાં શાબ્દિક ઉપયોગ કરવામાં
આવે છે.
શેરધારકો એવી સંસ્થા કે વ્યક્તિ છે જે એક અથવા વધુ શેરની
માલિકી ધરાવે છે.
સ્ટોક એક્સચેન્જ નું મહત્વ.
કોઈ પણ ઉધોગના વિકાસ માટે
સ્ટોક એક્સચેન્જ મહત્વ પૂર્ણ સાબિત થાય છે. તેમાંથી જરૂરી મૂડી મેળવી શકાય છે.
સામાન્ય લોકોની બચતમાં
સ્ટોક એક્સચેન્જ વધારો કરે છે.
સ્ટોક એક્સચેન્જ માં વિદેશી
કંપનીના રોકાણને છૂટ આપવામાં આવતી હોવાથી વિદેશી ચલણને આકર્ષે છે.
કંપનીઓને વિકાસ તરફ લઇ જવા
માટે સ્ટોક એક્સચેન્જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. તથા કંપનીના વિકાસ થી રોજગારીમાં
વધારો થતો હોવાથી બેરોજારીના પ્રમાણમાં ઘટાડો થાય છે.
અર્થવ્યવસ્થાને કાર્યક્ષમ બનાવવા તથા તેના વિકાસમાં સ્ટોક એક્સચેન્જ ખુબ મહત્વની ભૂમિકા ભજવે છે.
કોર્પોરેટ સંસ્થાઓની
કામગીરીને સરળતાથી મૂડી પ્રાપ્ત થાય તેના આધારે કુશળ બને છે જેના માટે સ્ટોક એક્સચેન્જ
મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
ભારતમાં સ્ટોક એક્સચેન્જ
નું મહત્વ.
ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની
દ્વારા ભારતમાં સ્ટોક એક્સચેન્જ ની શરૂઆત 1602 માં કારવામાં આવી હતી.
ભારત USA અને જાપાન પછી ત્રીજા ક્રમનું વિશ્વનું સૌથી વધુ સ્ટોક
મારફતે રોકાણ કરતો દેશ છે.
સ્ટોક એક્સચેન્જ
સિક્યોરીટીના વેપાર માટે સંગઠિત બજાર પરું પાડે છે.
ભારતનું તથા એશિયાનું
માન્યતા પ્રાપ્ત પ્રથમ સ્ટોક એક્સચેન્જની શરૂઆત 1875 માં બોમ્બે સ્ટોક એક્સચેન્જ
મારફતે કરવામાં આવી હતી, જે પહેલા the native Share and stock brokers association તરીકે જાણીતું હતું.
સ્ટોક એક્સચેન્જના કાર્યો.
સ્ટોક એક્સચેન્જનું કાર્ય
દલાલ જોબ્બર,માર્કેટમેકર, વગેરે મધ્યસ્તીઓ ધ્વારા ચાલે છે.
સ્ટોક કે શેરના
ખરીદ-વેચાણની સુવિધા મારફતે સિક્યોરીટી બજારમાં લીક્વીડીટી જાળવતી સેકન્ડરી બજારની
સૌથી મોટી સંસ્થા છે.
સંસ્થાના નિયમ અને
પ્રક્રિયા મારફતે સિક્યુરીટી બજારના અલગ અલગ ઘટકોની ગેરંટી આપે છે.
સ્ટોક એક્સચેન્જ લીસ્ટેડ
કંપનીઓને પોતાના શેર ધારકોને માહિતી પ્રદાન કરે છે.
રોકાણકારોને શેરના મુલ્ય, સંખ્યા વગેરે જેવી ખુબ મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે.
સ્ટોક એક્સચેન્જ થી અલગ અલગ
સુચકાંકો મારફતે વર્તમાન સ્થિતિ વિશે જાણકારી મળે છે.
ભારતના રાષ્ટ્રીય સ્તરના
સ્ટોક એક્સચેન્જ.
દરેક સ્ટોક એક્સચેન્જમાં
સ્ક્રીન આધારિત ઈન્ટરનેટ મારફતે ખરીદી વેચાણ થાય છે.
દરેક સ્ટોક એક્સચેન્જના
ટ્રેડીંગ માટેનું પ્લેટફોર્મ દેશના પ્રમુખ શહેરમાં ઉપલબ્ધ છે.
NSE
નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ
ઇન્ડિયા લીમીટેડની સ્થાપના વર્ષ 1992 માં સિક્યોરીટી કોન્ટ્રાક્ટર રેગ્યુલેશન
એક્ટ 1956 હેઠળ કરવામાં આવી હતી.
તેને સેબી દ્વારા સ્ટોક એક્સચેન્જ
તરીકે માન્યતા મળી છે.
તે સંપૂર્ણપણે કમ્પુટર રાઇઝ્ડ
ઈલેક્ટ્રોનિક ટ્રેડીંગ પૂરું પાડનાર ભારતનું પ્રથમ એક્સચેન્જ છે. આ માટે તે National Exchange ફોર Automated trading (NEAT) સિસ્ટમનો પ્રયોગ કરે છે.
ઓનલાઈન ટ્રેડીંગ માટે very small Aperture terminal satellite (VSAT) ના માધ્યમથી 3000 થી વધુ VSAT ટર્મીનલના ઉપયોગ દ્વારા
દેશનું સૌથી મોટું ખાનગી વાઈડ એરિયા નેટવર્ક બનાવે છે.
આ પ્રકારની ઓટોમેટેડ સીસ્ટમ તેને BSE ની સરખામણીમાં વધુ વિશ્વનીય અને કાર્યક્ષમ બનાવે છે.
NSE દ્વારા જારી સૂચકાંકો.
BSE (Bombay stock Exchange)
બોમ્બે સ્ટોક એક્સચેન્જની
સ્થાપના ૯ જુલાઈ 1875 ના રોજ કરવામાં આવી હતી.
BSE એ એશીયાનું પ્રથમ સ્ટોક એક્સચેન્જ
છે.
વર્ષ 1875 માં પ્રખ્યાત ઉધોગપતિ
પ્રેમચંદ રીટાચંદ મારફતે શેર અને સ્ટોક બ્રોકર્સ એસોસિયેશનની સ્થાપના કરી જેનું
નામ બદલીને બોમ્બે સ્ટોક એક્સચેન્જ કરવામાં આવ્યું હતું.
BSE એ છ માઈક્રોસેકન્ડથી ઓછા
સમયની વેપાર ગતિએ કાર્ય કરતો વિશ્વનો સૌથી ઝડપી વિનિમય છે.
ભારત સરકારે ઓગસ્ટ 1957 માં
સિક્યોરીટી કોન્ટ્રક્ટ રેગ્યુલેશન કાનુન અંતર્ગત સતાવાર રીતે સ્ટોક એક્સચેન્જની
માન્યતા આપી છે.
ત્યારબાદ વર્ષ 2002 સુધી BSE પ્રાદેશિક સ્ટોક એક્સચેન્જ તરીકે કાર્યરત થઇ ત્યારબાદ તેને
રાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જમાં પરિવર્તિત કરવામાં આવ્યો હતો.
BSE ને વર્ષ 2012 માં United Nations Sustainable stock Exchange પહેલમાં જોડાયું હતું.
વર્તમાન પણ ભારતના કુલ
સ્ટોક 75% વેપાર BSE ના માધ્યમથી જ
થાય છે.
BSE દ્વારા જારી કરવામાં આવેતા
સુચકાંકો.
BSE SMALL CAP, BSE SENSEX MID CAP જેવા INDEX હોય છે.

0 ટિપ્પણીઓ