SEBI સંપૂર્ણ નામ Securities and Exchange Board of India છે.

SEBIની સ્થાપના અને મુખ્યાલય.
તેની સ્થાપના 12 એપ્રિલ 1988 ના રોજ એક એક્ઝિક્યુટિવ બોર્ડ તરિકે કરવમાં આવી હતી, ત્યાર બાદ સેબી એક્ટ અંતર્ગત 30 જાન્યુઆરી 1992 ના રોજ તેને વૈધાનિક સત્તા આપવામાં આવી હતી. આથી તે એક વૈધાનિક સંસ્થા તરીકે ઓળખાય છે. SEBI નું મુખ્યાલય મહારાષ્ટ્રનાં મુંબઈ શહેરમાં સ્થિત છે.
સેબી નું માળખું.
ચેરમેનની નિમણુક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે, બે
નાણા મંત્રાલયના અધિકારીઓ હોય છે, એક સભ્યની નિમણુક રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા
કરવામાં આવે છે, અન્ય પાંચ સભ્યોની નિમણુક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે.
SEBI ના કાર્યો.
SEBI સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ્ય સિક્યોરીટીમાં રોકાણકારોના હિતોના રક્ષણ માર્કેટને પ્રોત્સાહન તથા નિયમન માટે કરવામાં આવી હતી.પ્રથમિક અને સેકન્ડરી એમ બન્ને સિક્યોરીટી માર્કેટનું નિયમન, દિશા અને માર્ગદર્શિકા ઘડવાની સત્તા છે.
નાણાકીય મધ્યસ્થીઓને પણ સેબીની માર્ગદર્શિકા અનુસાર કાર્ય કરવાનું હોય છે. સેબી ની નિયમન કારી સત્તા સિક્યોરિટીઝ માં રોકાણ કારોના સલાહકાર અને તેમના હિતોનું રક્ષણ કરવાનો છે. અન્ય મધ્યસ્થીઓ મુચ્યુઅલ ફંડ, પોર્ટફોલિયો મનેજર,સ્ટોક એક્સચેન્જ સહિત નાણાકીય બજારના ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર, શેર ટ્રાન્સફર એજન્ટ, બ્રોકર વગેરે, વિવિધ વિભાગોનું નિયમન કરવાનો છે.
સેબી સિક્યોરીટી ટ્રાન્ઝેક્શન ના સંદર્ભમાં તપાસ
માટે ટેલીફોન કોલ ડેટા રેકોર્ડ જેવી માહિતી પણ મેળવી શકે છે. તથા શોધ અને જપ્તીનો
આદેશ પણ આપી શકે છે.
રોકાણકારોની સુરક્ષા શેરની કિંમતો બોનસ
પ્રેફરન્સ સંબંધિત મુદ્દા તથા અન્ય નાણાકીય સાધનોની પારદર્શિતા અને માહિતી માટે
માર્ગદર્શિકા જાહેર કરે છે.
સેબી એ શેર ઈશ્યુકરનાર વચેટિયા અને તેમના
હિતોનું રક્ષણ કરે છે.
એ ભારત સરકારના નાણાં મંત્રાલય અંતર્ગત આવતી સિક્યોરિટીઝ અને કોમોડિટી માર્કેટ માટે નિયમન કરતી સ્વતંત્ર સંસ્થા છે.
SEBI દ્વારા રોકાણકારોના હિતોના રક્ષણ માટે ગાઈડ લાઈન જારી કરવામાં આવે છે.
રોકાણકારો ને સિક્યોરિટીઝ ખરીદ અને વેચવા માટે અસર કરતાં ખોટા નિવેદનો પર પ્રતિબંધ મૂકવો અને લોકો વધું સિક્યોરિટીઝ ખરીદવા આકર્ષાય તે માટે સરળ નિયમો બનાવવા.
સ્ટોક એક્સચેન્જ વિશે તથા સ્ટોક એક્સચેન્જ માં લિસ્ટેડ કંપની વિશે રોકાણકારોને માહીતી આપવી જેથી રોકાણકારો ને નુકસાન ન થાય.
રોકાણકારો ને કપટ પૂર્વક વર્તન કરતી કંપનીઓ થતા છેતરપિંડી કરતી કંપની અને અન્યાય કરતી કંપનીઓથી થતા નુકસાનથી બચાવવા.
સિક્યોરિટીઝ માર્કેટ મધ્યસ્થીઓને તાલીમ પૂરી પાડવી.
મૂડી બજાર સાથે સંબંધિત તમામ પક્ષકારોની સુવિધા માટે વિવિધ પ્રકારની માહિતી પ્રકાશિત કરવી.
નોંધાયેલા સ્ટોક બ્રોકરોને ઇન્ટરનેટ ટ્રેડિંગની મંજૂરી આપવી.
મૂડી બજારના વિકાસ માટે પગલાં લેવા અને દૃષ્ટિકોણ રાખવા.
નિયમનકારી કાર્ય.
છેતરપિંડી અને અન્યાયી વેપાર અટકાવવા. અધિનિયમના ઉદ્દેશ્યોની બહાર કરવામાં આવતી પ્રવૃત્તિઓ પર રોયલ્ટી અથવા અન્ય કોઈપણ ચાર્જ લાદવો.
સેબી પૂછપરછ કરી ચુકાદો આપી અને નિયમો બનાવી
શકે છે દંડ પણ વસુલી શકે છે.
સેબીના અધિકારો.
• સ્ટોક એક્સચેન્જોને ઓળખવા/અનુમાનિત કરવાની શક્તિ.
• કામના નિયમો નક્કી કરવા જરૂરી ગાઇડલાઈન જારી કરવી.
• સ્ટોક એક્સચેન્જો પર ટ્રેડિંગ, ક્લિયરિંગ અને સેટલમેન્ટનું સ્પષ્ટ નિયમન બનાવવાં.
• ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં રાખવામાં આવેલી ડી-ફિઝિકલ સિક્યોરિટીઝનો ખ્યાલ આપવો.
• વચેટિયાઓ લિસ્ટેડ કંપનીઓ સાથે સંકળાયેલા રહેવા પર પ્રતિબંધ.
ભંડોળ ઊભું કરવાની માર્ગદર્શિકા.
• ભારતમાં સમાવિષ્ટ/રજિસ્ટર્ડ કંપનીઓનું નિયમન
• સેબીને તેની કેટલીક જોગવાઈઓ લાગુ કરવાનો અધિકાર છે અને મૂડી એકત્રીકરણનું નિયમન.
- કોર્પોરેટ ગવર્નન્સના ધોરણો.
- નિરીક્ષણ વ્યવસ્થાપન અને રોકાણકારોની ફરિયાદો.
• ભંડોળ ઊભું કરવાનું નિયમન
• જાહેરાત અને રોકાણકાર સુરક્ષા માર્ગદર્શિકા
• સામૂહિક રોકાણ નિયમન – CIS (સામૂહિક રોકાણ યોજના)
• નોંધણી વગરની CIS સ્કીમ ચલાવનારાઓ સામે શિક્ષાત્મક પગલાં.
• ભારતમાં સ્ટોક એક્સચેન્જો અને કોમોડિટી એક્સચેન્જોને ઓળખવા અને તેનું નિયમન કરવાની સત્તા.
સેબી પહેલા ભારત સરકાર દ્વારા સેબી ના સંપૂર્ણ કાર્યો કરવામાં આવતા હતાં.
• શબ્દ "સિક્યોરિટીઝ" SCRA માં વ્યાખ્યાયિત થયેલ છે
• સેબી દ્વારા બનાવવામાં આવેલ નિયમો - સિક્યોરિટીઝની યાદી, સંચાલન અને સ્ટોક એક્સચેન્જની કામગીરીને લગતા.
• 1995માં સેબી- છેતરપિંડી અને અયોગ્ય વેપાર પ્રેક્ટિસ રેગ્યુલેશન્સ પર પ્રતિબંધ
• 1992 માં આંતરિક વેપારના નિયમો પર પ્રતિબંધ
• ગેરરીતિથી મેળવેલ લાભો પાછી ખેંચવા સહિત દંડ માટેની જોગવાઈ.
• આ નિયમોનું ઉલ્લંઘન એ પૂર્વાનુમાન ગુનો છે.
• પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ
• સેબી પાસે સિવિલ કોર્ટની સત્તા છે.
✓ લોકોને બોલાવવા.
✓ દસ્તાવેજો અને રેકોર્ડ જપ્ત કરવા.
✓ બેંક ખાતા અને સંપત્તિઓ જોડવી અને તેની તપાસ કરવી.
• સેબી અને સ્ટોક એક્સચેન્જના આદેશો વિરુદ્ધ- સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલમાં (SAT) અપીલ માં અપીલ કરી શકાય છે. તેમાં ત્રણ સભ્યો હોય છે. એક અધ્યક્ષ અને બે અન્ય સભ્ય હોય છે. જો ત્યાં પણ સંતોષકાર ન્યાય ન મળે તો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકાય છે.
આ આર્ટિકલ દ્વારા આપવામા આવેલ માહીતી પરથી સેબી અને તેમનાં કર્યો વિશે તમને જાણવા મળ્યું છે. જો તમને આ માહિતિ યોગ્ય લાગી હોય તો તમારો અભિપ્રાય કૉમેન્ટ કરો. અને કંઇક ભૂલ હોય તો તે પણ કમેન્ટ કારો.
0 ટિપ્પણીઓ