RBI દ્વારા વર્ષ 2000 માં RTGS લાગુ કરવામાં આવી હતી જેના અંતર્ગત 2 લાખથી વધુ નાણા
ટ્રાન્સફર કરવા માટેની સુરક્ષિત સુવિધા પૂરી પાડવામાં આવી હતી. પણ ૨ લાખ થી ઓછું પેમેન્ટ
ટ્રાન્સફર કરનાર લોકોના પ્રશ્નો ઉઠાવના કારણે RBI દ્વારા NEFT ની શરૂઆત
કરવામાં આવી હતી. NEFT દ્વારા નાની
મોટી રકમ એક બેન્કખાતામાંથી અન્ય બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવા માટે શરૂ કરવામાં
આવેલ એક પેમેન્ટ સીસ્ટમ છે.
2019 માં RBI એ NEFT અને RTGS ને મફત સેવા જાહેર કરી છે.
NEFT દ્વારા આ પેમેન્ટ સીસ્ટમ ત્રીસ મિનીટ ના અંતરે કરવામાં આવતું હોવાથી લોકો તેનાથી અસંતુષ્ટ થતા અને તેમનો સમય પણ બગડતો હોવાથી આ સમસ્યાને ધ્યાનમાં રાખીને RBI એ વર્ષ 2008 માં NPCI ની સ્થાપના કરવામાં આવી હતી.
RBI વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
NPCI National payment
corporation of India.
NPCI ની સ્થાપના 2008 માં પેમેન્ટ ઓફ સેટલમેન્ટ સીસ્ટમ એક્ટ 2007ની જોગવાઈ હેઠળ બિનનફાકારક સંસ્થા તરીકે કરવામાં આવી હતી. NPCI નું મુખ્યાલય મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં સ્થિત છે. NPCI એ RBI બેન્ક અંતર્ગત કામ કરે છે. જે ભારતમાં રહેલ પેમેન્ટ સિસ્ટમનું સંચાલન કરે છે. ભારતમાં એક મજબુત ચુકવણી અને સમાધાન ઇન્ફ્રાષ્ટ્રક્ચર બનાવા તથા ડિજીટલ પેમેન્ટ સીસ્ટમ પૂરી પાડવા ૧૦ મોટી બેન્કોએ સાથે મળીને તેની સ્થાપના કરી હતી. જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, સીટી બેન્ક, પંજાબ નેશનલ બેન્ક અને અન્ય બેન્કોનો સમાવેશ થાય છે.
ભારતમાં જેટલા પણ ઓનલાઇન પેમેન્ટ થાય છે, તેનું નિયંત્રણ NPCI દ્વારા કરવામાં આવે છે.
તેનો મુખ્ય ઉદેશ્ય દરેક બેન્ક સેવા આપવા અલગ અલગ સેવા માટે અલગ અલગ એપ્લીકેશનનો ઉપયોગ કરે છે જે વધુ ખર્ચાળ બને છે તથા આ સેવાઓની એપ્લીકેશનની અનેક ઘણી નકલ બને છે આથી અસરકારક ખર્ચ ઓછો કરવા NPCI ની સ્થાપના કારવામાં આવી હતી.
કોઈ પણ સરકારી યોજનાઓ લાભ
લેવા માટે બેન્ક ખાતું NPCI થી લિંગ હોવું જરૂરી છે. તેના વગર લાભ મળતો નથી.
કોઈ પણ DBT યોજનાનો લાભ લેવા માટે બેન્ક ખાતુને NPCI થી લિંગ કરવું જરૂરી છે.
કોઈ પણ પ્રકારનો લાભ સબસીડી,
પેન્શન, સ્કોલરશીપ વગેરે ટ્રાન્સફર કરવા માટે NPCI ની જરૂર પડે છે.
આધાર NPCI અને DBT આ
બન્ને એકજ છે પણ આધાર લિંગ અલગ છે.
NPCI દ્વારા આપવામાં આવતી સુવિધાઓ.
CTC (Cheque Truncation system).
ચેકની
ચકાસની પહેલા એક બેન્કથી અન્ય બેન્કમાં હેરફેર બાદ થતી હતી પરંતુ આ પ્રક્રિયા ખુબ
લાંબી અને ખર્ચાળ હતી.
આ સમાસ્યને દુર કરવા NPCI દ્વારા વર્ષ 2010 માં CTC લાવી CTC અનુસાર ચેકની ભૌતિક હેરાફેરીના બદલે ચેકની સ્કેન કરેલ ઈમેજ એક બેન્કમાંથી અન્ય બેન્કમાં મંજુરી માટે મોકલવામાં આવે છે. આ મંજુરી MICR આધારે ઝડપથી મેળવી શકાય છે. MICR એટલે Magnetic ink character recognition code આ એક વિશેષ પ્રકારની તકનીક આધારિત સુરક્ષા માટેના કોડ છે.
APES Aadhar Enabled Payment system.
સરકાર LPG સબસીડી, સ્કોલરશીપ, MGNREGA વગેરે જેવી કલ્યાણકારી યોજનાના નાણા સીધાજ લાભાર્થીના
બેન્કખાતામાં જમા કરતા APES (Aadhar Enabled Payment system) ડિજીટલ
પેમેન્ટ સુવિધાનો ઉપયોગ કરે છે.
Point of sale Device (POS)
અંતરિયાળ ક્ષેત્રો કે જ્યાં
ATM ની સુવિધા નથી ત્યાં એક નાનું મશીન કે જેને Point of sale Device કહેવામાં આવે
છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ POS માં કાર્ડને વાપરીને POS ધારક તેમના ખાતામાંથી નાણાની ચુકવણી કરે છે. POS ધારક કોઈ દુકાનદાર કે નિવૃત શિક્ષક અથવા બેન્કના પ્રતિનિધિ
તરીકે કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે. જેને બેન્કમિત્ર તરીકે ઓળખવામાં આવે છે.
આ એક પ્રકારની NPCI ની AEPS સીસ્ટમ છે. જે
ફિન્ગપ્રિન્ટ સ્કેનની માંસ્સથી કાર્ય કરે છે POS ને MICRO ATM તરીકે પણ ઓળખવામાં આવે છે.
NFS National financial switch.
દરેક બેન્કના ATM નેટવર્કને જોડવા NFC સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે.
BBPS (Bharat Bill payment system).
રોજિંદા વપરાશની સેવાના બીલ
ભરવા માટે BBPS સુવિધાનો ઉપયોગ કરવામાં
આવે છે.
BBPS ના માધ્યમથી સીધા નાણા
મોબાઈલ નેટવર્ક કંપની, વીજળી કંપની, LPG ગેસ કંપની વગેરે ચુકવવામાં આવે છે.
NACH (Nation Automated Clearing House).
મોટા જથ્થામાં અનેક બીલની
ચુકવણી ચોક્કસ સમયગાળે કરવા માટે NACH સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે. આ સુવિધા અંતર્ગત ચુકવણી
સીધા બેન્ક ખાતામાંથી ઓટોમેટીક થાય છે.
જેમકે કર્મચારીઓના માસિક
વેતન, ડિવિડન્ટ પેન્શન વીમા હપતો, પાણીનું બીલ વીજળી બીલ વગેરે.
IMPS Immediate payment service.
એક અઠવાડિયાના દરેક દિવસે 24
કલાક માટે એક ખાતામાંથી અન્ય બેન્કખાતામાં તરત નાણા ટ્રાન્સફર કરવા IMPS ઉપયોગ કરવામાં આવે છે.
જેમાં ઓછામાં ઓછા રૂ 1 અને વધુમાં
વધુ મોબાઈલથી 10,000 અને IFSC થી 2 લાખ
સુધીના નાણા ટ્રાન્સફર કરી શકાય છે.
આ સુવિધા Phone pay, google pay, દ્વારા પણ
પૂરી પાડવામાં આવે છે. આ સુવિધા પર 5 થી 15 સુધી સેવાશુલ્ક તથા GST વશુલવામાં આવે છે.
UPI (unified payment interface).
2016 માં UPI ની શરૂઆત કરવામાં આવી હતી. UPI સુવિધા મોબાઈલ બેન્કિંગ માટે તથા ટેકનો કંપની માટે એપ્લીકેશન
બનાવવા વપરાય છે. UPI અંતર્ગત ચલાવવામાં
આવતી મોબાઈલ એપ્લીકેશન બેંક તરફથી SBI baddy, AXIs pay, ટેકનોકંપની તરફથી
Phone pay, વગેરે.
દરેક બેન્ક તથા કંપનીને UPI સુવિધા અંતર્ગત NPCI એકીકૃત સીસ્ટમ પૂરી પાડે છે જેના દ્વારા IMPS, NACH, ઈ કોમર્સ
વગેરે જેવી સુવિધા મેળવી શકાય છે.
નાણા કોઈ એપ્લીકેશનમાં જમા
કરવાના બદલે સીધા જ બેન્કખાતામાંથી જ ટ્રાન્સફર કરી શકાય છે. કોઈ વ્યક્તિને નાણા
ત્રન્સફાર કરવા માટે ઓટોમેટીક બીલ ભરવા જેવા કાર્યો કરી શકાય છે. QR કોડના માધ્યમથી નાણા ટ્રાન્સફર કરી શકાય છે. ભવિષ્યમાં
નિશ્વિત તારીખે નાણા ચુકાવા માટે UPI થી DTH સુવિધા સંભવ
છે.
UPI એક સીસ્ટમ છે એપ્લીકેશન
નથી UPI નું નિયંત્રણ RBI દ્વારા કરવામાં આવે છે. RBI ના ગવર્નર દ્વારા NPCI અંતર્ગત UPI 2.0 ની શરૂઆત
કરવામાં આવી હતી. UPI 2.0 થી UPI ની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો.
UPI 2.0 દ્વારા ગ્રાહક
ચુકવણીની તારીખ પૂર્વ નિર્ધારિત કરી શકાશે આ નિર્ધારિત તારીખે ભવિષ્યમાં ચુકવણી
સંભવિત બનશે. આથી આ અનુસાર નાણા સમયસર પ્રાપ્ત થઇ જશે.
માસિક ધોરણે ચુકવવા પડતા
બીલ જેમકે પાણી બીલ, વીજળી બીલ વગેરે.
One time mandate કરી શકાય હે
એટલે કે એક વાર અન્ય ખાતામાં નાણા ટ્રાન્સફર થાય પછી તેને બ્લોક કરવાની સીસ્ટમ
પૂરી પાડવામાં આવી હતી.
વ્યક્તિ ઇનોઇસમાં આપેલી
માહિતી અનુસાર ઓળખપત્ર મુજબ વેપારીની ઓળખ ધ્વારા નાની ચુકવણી અને પ્રાપ્તિ સુરક્ષિત
બનાવશે.
BHIM (Bharat interface for money).
UPI અંતર્ગત પ્રાપ્ત તમામ
સુવિધા માટે અલગ અલગ એપ્લીકેશનના બદલે મોબાઈલ બેન્કિંગ માટે બેન્ક તથા ટેકનો કંપની
માટે NPCI એક એકીકૃત એપ્લીકેશન સુવિધા
BHIM વર્ષ 2016 માં શરૂ કરવામાં આવી હતી.
Bhim અંતર્ગત અલગ અલગ બેન્ક
ખાતા તથા ટેકનો કંપનીના wallet ને આજ પ્લેટફોર્મ
પરથી સંચાલિત કરી શકાય છે.
ફાયદાઓ.
UPI ના જેમ અલગ અલગ
એપ્લીકેશનના બદલે એકજ એપ્લીકેશન દરેક બેન્કખાતા તથા ટેકનો wallet માટે સુવિધા આપે છે. આથી નાણા સંગ્રહ કોઈ wallet ના બદલે નાણા ચુકવણી સીધી જ બેન્કખાતા માંથી થાય છે. અલગ
અલગ ખાતા માટે સરળતાથી એક ખાતામાંથી અન્ય ખાતામાં બદલી શકાય છે.
આ સરળ સુરક્ષિત અને ઝડપી ટ્રાન્સફર
સુવિધા આપે છે અનુકુલન પ્રમાણે નાણા મોકલીપ્રાપ્ત કરી શકાય છે.
BHARAT QR.
UPI પ્લેટફોર્મ તથા BHIM અંતર્ગત તમામ બેંક તથા ટેકનો કંપનીને QR Scan બાદ નાણા ચુકવણી
થઈ શકે છે.
Pair chart board.
NPCI સંબંધિત દરેક સવાલના જવાબ
માટે આ સુવિધા આપવામાં આવે છે.
RUPAY Card.
દરેક બેન્ક પોતાના ગ્રાહકને
ડિજીટલ વ્યવહાર તરફ લઇ જવા માટે ભૌતિક કાર્ડ આપેલ છે. જેના દ્વારા ગ્રાહક સરળતાથી નાણાકીય
વ્યવહાર કરી શકે છે. આ નાણાકીય વ્યવહાર ને ડિજીટલ પેમેન્ટરૂપે સંભવિત બનાવવા
મધ્યસ્થી તરીકે કંપની બેન્કના કાર્યને હળવું કરે છે. આ મધ્યસ્થીને પેમેન્ટ ગેટ-વે
કહેવામાં આવે છે.
કંપની પોતાની કમાણી
કાર્ડધારક અને બેન્ક દ્વારા ચોક્કસ રકમ MDR (Merchant Discount rate) તરીકે કાપે
છે.
વિશ્વમાં સાતમું અને
ભારતમાં પ્રથમ ગેટ-વે NPCI એ પ્રાયોજિત
કર્યું જે RUPAY તરીકે ઓળખવામાં આવે છે.
આ કાર્ડનો ઉપયોગ ATM ,મશીન ઓનલાઈન પેમેન્ટ, point of sale device માં થાય છે. પ્રધાનમંત્રી
જનધન યોજના અંતર્ગત દરેક બેન્કખાતાધારકને RUPAY કાર્ડ આપવામાં આવેલ છે.
CRR અને SLR વિશે જાણવા માટે અહીં ક્લિક કરો.

0 ટિપ્પણીઓ