What is share market, Indian share market, શેર માર્કેટ શું છે જાણીએ ?


શેર માર્કેટ શું છે ? ઇક્વિટી/શેર/ ( Equity/ share )


સ્ટોક માર્કેટ એ એક નાણાકીય બજાર છે જેમાં સિક્યોરીટી ( સિક્યોરીટી એ નાણાકીય બજારમાં પ્રચલિત એક પ્રકારનું નાણાકીય સાધન છે.) જેવી કે બોન્ડ, શેર વગેરેનું વેચાણ થાય છે. ઉધોગોના વિકાસ માટે મુડીવાદી અર્થતંત્ર ની કામગીરી સરળ કરવા માટે નાણાકીય બજાર ખુબજ ઉપયોગી છે. નાણાકીય બજારની અસફળતાના કારણે અર્થવ્યવસ્થા ભાંગી શકે છે. જેના કારણે અર્થતંત્રમાં બેરોજગારી, મંદિ મોંઘવારી જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.


સિક્યોરીટીના વેચાણ અનુસાર નાણાકીય બજારના પ્રકાર.


પ્રાથમિક બજાર.

નવી સિક્યોરીટી પ્રાઈમરી માર્કેટમાં ઈશ્યુ કરવામાં આવે છે તેનેજ પ્રાથમિક બજાર તરીકે ઓળખવામાં આવે રોકાણકારો પ્રાથમિક બજારમાંથી સિક્યોરીટી ખરીદી દ્રિતીય બજારમાં વેચી નફો મેળવી શકે છે જેને Stag તરીકે ઓળખવામાં આવે છે. IPO પ્રાથમિક બજારનું ઉદાહરણ છે.

દ્રિતીય બજાર.

આ પ્રકારના બજારમાં પ્રાથમિક શેરધારકો કે અન્ય વ્યક્તિ પોતાની પાસે રહેલી સિક્યોરીટીનું ખરીદી-વેચી શકે છે. પ્રાથમિક બજારમાં સરકાર કે કંપની ત્વરિત શેર બોન્ડનું ખરીદ વેચાણ કરતી નથી આથી આ કામ દ્રિતીય બજાર દ્વારા શક્ય બને છે.

શેરના ખરીદ વેચાણના આ બજારને શેર બજાર તરીકે ઓળખવામાં આવે છે. 


શેર જાહેર કરવાની બે રીતો છે IPO અને FPO. 

સરકાર કે કંપની નાણાકીય બજાર માંથી મૂડી પ્રાપ્ત કરવા કાગળ એટલે કે શેર રજુ કરે છે. (શેર) ઇક્વિટી ઉપકરણ વ્યક્તિની કંપનીમાં માલિકીનો દસ્તાવેજ દર્શાવે છે. જે શેર પ્રમાણપત્ર તરીકે પ્રચલિત છે. શેરધારકો નાણાકીય બજારમાં શેરના વેચાણથી નફો મેળવી શકે છે. શેરના ગુણાંક પ્રમાણે શેર ખરીદનાર તે કંપનીના વાર્ષિક લાભાંશ પર આધારિત છે આથી કંપનીના તમામ ખર્ચા બાદ કરતા નફો મળે તેમાંથી રોકાણકારોને કંપનીની શરતો આધારિત  ડીવીડન્ટ આપવામાં આવે છે.


શેર માર્કેટ માં લોકો કંપનીનો હીસ્સો ખરીદે છે જેને શેર તરીકે ઓળખવામાં આવે છે, આમ શેર માર્કેટ મા કંપનીના (હિસ્સાની) શેરની લે વેચ થાય છે. કોઈ પણ કંપની NSE કે BSE માં લિસ્ટીંગ થવા માટે IPO બહાર પાડતી હોય છે. જેને INITIAL PUBLIC OFFER તરીકે ઓળખવા માં આવે છે. આ IPO બહાર પડવાની સંપૂર્ણ પ્રક્રિયા SEBI ધ્વારા નિયંત્રિત કરવામા આવતી હોય છે. IPO ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોઈ પણ કંપની NSE અને BSE પર રજીસ્ટર થઇ ચૂકી હોય છે. ત્યાર બાદ રોકાણકારો રજીસ્ટર થયેલ કંપનીના શેર ખરીદી અને વેચી શકે છે. 

કંપની નુકસાનીના સમય બંધ થતા શેરધારકો કંપનીના વેચાણ બાદ અંતિમ દાવેદાર તરીકે રજુ થાય છે.

શેરનું ખરીદ-વેચાણ અર્થતંત્રના વેપારચક્રના તેજી સમયે નફા માટે વધુ ફાયદાકારક સાબિત થાય છે.

કંપનીના શેરધારકો મારફતે નાણા ભંડોળનો ઉપયોગ કંપની પોતાના વ્યવસાયના વિકાસ માટે કરે  છે. અથવા જો કંપની દેવામાં  હોય તો દેવું ચુકવવા પણ તેનો ઉપયોગ કરી શકે છે.   

કંપની ફક્ત શેર મારફતે જે મૂડી ભંડોળ પ્રાપ્ત કરે તેને paid up capital કહેવામાં આવે છે.    


નીધીભંડોળ (Despository)

વર્ષ  1996 માં શેરને કાગલરહિત બનાવવા એટલે કે અભૌતિકીકરણ કરવા તેને કાગળ રહિત રૂપમાં જમા કરાવવામાં આવે છે જેથી તેને ડીમેટ (Demat) પણ કહેવામાં આવે છે. 

ભારતમાં ડીપોઝીટરી કાનુન 1996 અતર્ગત શેરને ડીમેટરૂપ આપવામાં બે ભંડોળ/ જમાંકારતા નક્કી કરવામાં આવ્યા છે. 
 
(A)    નેશનલ સિક્યોરીટી ડીપોઝીટરી લિમિટેડ 
(B)    સેન્ટ્રલ  ડીપોઝીટરી સર્વિસ લિમિટેડ 


ભારતમાં બે સ્ટોક એક્સેન્જ છે. NSE અને BSE.


BSE અને NSE નું મુખ્ય કાર્ય શેર ધારકોના શેરનું એક્સેન્જ કરવાનું કાર્ય કરે છે. BSE અને NSE અલગ અલગ ટોપ કંપનીઓના ઇન્ડેક્સ નું નિર્દેશ કરે છે. 

NSE એટલે National stock exchange ભારતનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ છે. જેની સ્થાપના 1992 માં કરવામાં આવી હતી. જેમાં કુલ 1600 થી વધું કંપનીઓ લિસ્ટેડ છે. NSE NIFY 50 એ ભારત ની ટોપ 50 કંપનીઓનો નિર્દેશ કરે છે. આ ઉપરાંત અન્ય ઇન્ડેક્સ પણ હોય છે જેવા કે NIFTY BANK, NIFTY AUTO, NIFTY MIDCAP, NIFTY NEX 50, NIFTY 100, વગેરે NSE INDEX ના છે.  

BSE એટલે Bombay stock exchange જેની સ્થાપના 1875 માં 'નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન' તરીકે કરવમાં આવી હતી. BSE ને ભારત સરકારે સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ 1956 હેઠળ 1957 માં ભારત સરકારે મુખ્ય સ્ટોક એક્સચેન્જ તરીકે માન્યતા આપી છે. BSE માં 5000 થી પણ વધુ કંપનીઓ લિસ્ટેડ છે. BSE અને NSE બંને મુંબઈ માં સ્થિત છે. BSE માં BSE SENSEX એ ભારતની ટોપ 30 કેમ્પનીઓનો નિર્દેશ કરે છે. આ ઉપરાંત અન્ય પણ BSE પર ઇન્ડેક્સ હોય છે જેવા કે, BSE SMALL CAP, BSE MID CAP જેવા INDEX હોય છે.



 IPO શું છે ? 


ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP). કોઈ પણ કંપની પોતાનો IPO સ્ટોક માર્કેટમાં પબ્લીકને ઓફર કરતા પહેલા કંપની પોતાનાં વિશેની સંપૂર્ણ માહિતી આપતો રિપોર્ટ તૈયાર કરે છે જેને DRHP તરીકે ઓળખવામાં આવે છે. આ રિપોર્ટ માં કંપનીના મિશન અને વિઝન વિશે તથા કંપનીએ અત્યાર સુધીમાં કેવું પ્રદર્શન કર્યું છે અને ભવિષ્યમાં કેવું પ્રદર્શન કરશે, IPO લાવવાનો હેતુ, તથા IPO દ્વારા એકત્ર કરાયેલ નાણાંનો ઉપયોગ કયાં કરવાનો છે. વગેરે વિશે સંપૂર્ણ માહિતી આપતો દસ્તાવેજ કંપનીએ SEBI ને સબમિટ કરવાનો હોય છે. આ પછી જ કોઇ પણ કંપની IPO દ્વારા પોતાની હિસ્સેદારી સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટરને ઑફર કરી શકે છે. કોઈ પણ કંપની જ્યારે સૌથી પહેલા પોતાના હિસ્સો (શેર) પબ્લિક ને ઓફર કરે છે તેને જ IPO તરીકે ઓળખવામાં આવે છે. આ IPO બહાર બહાર પાડવાની સંપૂર્ણ પ્રક્રિયા SEBI ધ્વારા નિયંત્રિત કરવામા આવતી હોય છે. IPO જે પણ વ્યક્તિ ખરીદે તે ઇન્વેસ્ટર જે તે કંપનીનો હિસ્સો ખરીદે છે. 



શેર માર્કેટ ને કોણ નિયંત્રિત કરે છે ?


Securities and Exchange Board of India (SEBI) એ ભારત સરકારના નાણાં મંત્રાલય અંતર્ગત આવતી સિક્યોરિટીઝ અને કોમોડિટી માર્કેટ માટે નિયમન કારી સંસ્થા છે. તેની સ્થાપના 12 એપ્રિલ 1988 ના રોજ એક એક્ઝિક્યુટિવ બોર્ડ તરિકે કરવમાં આવી હતી ત્યાર બાદ સેબી એક્ટ અંતર્ગત 30 જાન્યુઆરી 1992 ના રોજ તેને વૈધાનિક સત્તા આપવામાં આવી હતી. આથી તે એક વૈધાનિક સંસ્થા તરિકે પણ ઓળખાય છે. SEBI સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ્ય સિક્યોરિટીઝ માર્કેટના નિયમન કરવાનો છે. જેમાં સિક્યોરિટીઝ માં રોકાણ કરતા રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનો છે. સેબી ની નિયમન કારી સત્તા રોકાણ કારોના સલાહકાર અને અન્ય મધ્યસ્થીઓ, મુચ્યુઅલ ફંડ, પોર્ટફોલિયો મેનેજર્સ, સ્ટોક એક્સચેન્જ સહિત નાણાકીય બજારના વિવિધ વિભાગોનું નિયમન કરવાનો છે. 


શેર માર્કેટ માં ઇન્વેસ્ટ કેવી રીતે કરી શકાય ? 


કોઈ પણ કંપનીના શેર ખરીદવા માટે ડિમેટ એકાઉન્ટ ની જરૂર હોય છે. ડિમેટ એકાઉન્ટ બ્રોકર દ્વારા ખોલાવી શકાય છે. જેવી રીતે સેવિંગ એકાઉન્ટ માં પૈસા ઉપાડી અને જમા કરી શકાય છે. તેવી રીતે ડિમેટ એકાઉન્ટ માં કંપનીના શેર ને ખરીદી અને વેચી શકાય છે. Demat account ખોલવા માટે આપણી જોડે કોઇ પણ બેંકમાં સેવિગ એકાઉન્ટ હોવું જોઈએ આમ તમે સેવીંગ એકાઉન્ટ દ્વારા ડિમેટ એકાઉન્ટ ખોલાવી શકો છો. ડિમેટ એકાઉન્ટ ખોલાવવું આજના સમયે ખુબજ સરળ છે. તમે Groww, Angel one, Upstox, દ્વારા પણ ખોલાવી શકો છો.
 
જયારે કોઈ વ્યક્તિ બ્રોકર સાથે નોધણી કરાવે છે ત્યારે આ ખાતું ખોલાવી આપવામાં આવે છે.

Demat Account માં રોકાણકારો દ્વારા શેર પ્રમાણપત્રોના ભૌતિક કબજાના બદલે ઈલેક્ટ્રોનિક રીતે ડીપોઝીટ જેમકે DSL, NDSL માં રાખવામાં આવે છે.

Demat Account એ ભારતીય નાગરીકો માટે શેર ખરીદ-વેચાણ માટે સેબી દ્વારા નિર્ધારિત ખાતું છે.


તમને આ આર્ટિકલમાં આપેલી માહિતી કેવી લાગી comment કરીને તમારો અભિપ્રાય આપો ધન્યવાદ.


Mutual fund વિશે જાણવા માટે અહીં ક્લિક કરો.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ