જાણો Reporate અને Reverse Reporate શું છે ?

 

 

REPORATE AND  REVERSE  REPORATE.



RBI પાસેથી ભારત સરકાર, રાજ્ય સરકાર, બેન્ક નોન બેન્ક, વગેરે ધિરાણ મેળવે  

છે અને RBI આ ધિરાણ પર જે વ્યાજ દરે વસુલે છે તે વ્યાજ દરને રેપો રેટ તરીકે

ઓળખવામા આવે છે.  


છે. RBI ના ગ્રાહકો જામીનગીરી પાછી ખરીદવાની શરતે વેચે છે આ વટાવદરને

રેપોરેટ તરીકે ઓળખવામાં આવે છે. આથી તેને Rate of repurchasing કે Ready

ફોરવર્ડ ટ્રાજેક્શન પણ કહે છે.  


રેપો રેટ ની મદદથી RBI ફુગાવાને નિયંત્રિત કરે છે.


ફુગાવાના સંજોગોમાં RBI (રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા) રેપો રેટ માં વધારો કરે છે,

જેથી વ્યાપારી બેંકોને RBI પાસેથી ધિરાણ લેવું મોંઘુ પડે છે તથા આ ધિરાણ પર વધુ વ્યાજ વ્યાપારી બેન્કોને ચુકવવું પડે છે જેના કારણે લોન પણ મોઘી થાય છે. લોન મોઘી થવાથી ગ્રાહકો લોન લેતા નથી આં કારણે બજારમાં નાણાના પ્રવાહને રોકી શકાય છે અને ફુગાવો પણ નિયંત્રિત થાય છે.   

RBI અર્થતંત્રમાં તરલતાને નિયંત્રિત કરવા રેપો રેટનો ઉપયોગ કરે છે.

 

RBI પાસેથી ટૂંકા સમયના ગાળા માટે વ્યાપારી બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓ

જે વ્યાજ દરે RBI પાસેથી ઋણ મેળવે છે તે વ્યાજ દરને રેપો રેટ તરીકે ઓળખવામાં

આવે છે.

રેપો રેટની જોગવાઈ રીઝર્વ બેન્ક ઓ ઓફ ઇન્ડિયા એક્ટ 2000 અંતર્ગત

કરવામાં આવી છે.  

નાણાકીય નીતિ માટેની કમિટી રેપો રેટ નો દર નક્કી કરે છે. નાણાકીય નીતિના

ઘડતર દ્વારા ફુગાવાના દરને નિયંત્રિત કરવા રેપોરેટ ઉપયોગી છે.

રેપોરેટ ટૂંકા સમય ગાળા માટે એટલે કે 7, 14 કે 28 દિવસ માટે મળવાપાત્ર છે.

રેપોરેટ અંતર્ગત ઓછામાં ઓછી ૫ કરોડની રકમ મળવા પાત્ર છે વધુમાં વધુ કોઈ

લીમીટ નક્કી કરેલ નથી.

 

રિવર્સ રેપોરેટ. (REVERSE  REPORATE)


RBI પોતાના ગ્રાહકો પાસે થી અલ્પકાલીન અવધી માટે જે વ્યાજદરે ધિરાણ મેળવે

છે, તે વ્યાજદરને રીવર્સ રેપોરેટ તરીકે ઓળખવામાં આવે છે.

RBI ના ગ્રાહકો પોતાની અતિરિક્ત રકમ RBI પાસે ટૂંકા સમય ગાળા માટે જમા

કરાવી જે વ્યાજદરે નફો મેળવે છે તે વ્યાજદરને રિવર્સ રેપોરેટ તરીકે

ઓળખવામાં આવે છે.  

    

રીવર્સ રેપોરેટ એ વ્યાજદર છે જેના અંતર્ગત RBI વ્યાપારી બેન્કો પાસેથી નાણા

ઉધારે લે છે અને વ્યાજ ચુકવે છે. એટલે કે RBI વ્યાપારી બેન્કો પાસે થી જે દરે

નાણા ઉધાર લે છે તે વ્યાજદરને રીવર્સ રેપોરેટ તરીકે ઓળખામાં આવે છે.

Rbi રીવર્સ રેપોરેટ માં વધારો કેરે ત્યારે વ્યાપારી બેન્કો પોતાની વધારાના રકમ

Rbiમાં જમા કરે છે જેનાથી વ્યાપારી બેન્કોને RBI દ્વારા આ નાણા પર વ્યાજ ચુકવે  

છે.


Long term repo operation (LTRO).


LTRO એક નાણાકીય નીતિનું સાધન છે. જેના હેઠળ રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા

વર્તમાન રેપોરેટ પર બેન્કોને એક મહિનાથી ત્રણ વર્ષ સુધીની લાંબી મુદતેની લોન

આપે છે આનો મુખ્ય ઉદેશ્ય ખાતાઓની કિંમત ઘટાડવાનો છે LTRO અંતર્ગત ઓછા

વ્યાજ દરે લાંબા ગાળાના ભંડોળ મેળવી શકાય છે.

વર્તમાનમાં પ્રચલિત LAF અને MSF ત્વરિત નાણાની જરૂરિયાત એટલે કે 1 થી 28

દિવસ માટે ઋણ આપે છે જયારે LTRO 1 મહિનાથી ૩ વર્ષના લાંબા ગાળા માટે 

ઋણ પૂરું પાડે છે.

Long term repo operation થી ઋણ લેનારને ઓછુ વ્યાજદર ભરવું પડે છે, તથા

ટૂંકા ગળાના ઋણ માટે સમયાંતરે તથા વ્યાજદરના પરિવર્તન સામે ફાયદો આપે

છે.

Long term repo operation નીતિગત દરમાં પરિવર્તન વગર ધિરાણ પર ઘટાડવા

ઉપયોગી છે.  

વર્ષ 2020 માં Rbi દ્વારા રૂ 1 કરોડ સુધી ધિરાણ આપવા LTROની જોગવાઈ

કરવામાં આવી હતી.   


Targeted Long term repo operation (TLTRO).


RBI એ વિવિધ આર્થિકક્ષેત્રો અને બેન્કોને તરલતા જાળવવામાં મદદરૂપ થવા

ટ્રીલીયનની ઓન ટેપ TLTRO નો દર નીતિગત રેપોરેટ પર આધારિત હોય છે

અને ધિરાણ માટેનો સમયગાળો ૩ વર્ષ સુધીનો હોય છે.

Targeted Long term repo operation માં આર્થિક બાંધકામ મિલકત, માઈક્રો

ફાઈનાન્સ વગેરેનો સમાવેશ થાય છે. TLTRO અંતર્ગત બેંકોએ ધિરાણમાં લીધેલા

નાણાના બેન્ક પાસે થી ધિરાણ લેનારના બોન્ડ કે ડેબ્ટ જામીનગીરીમાં રોકાણ

કરવું જરૂરી છે.

 

LAF (liquidity Adjustment facility).

 

2002 માં નરસિમ્હા સમિતિની ભલામણ મુજબ LAF ની બજારની તરલતાને

જાળવી રાખવા શરૂઆત કરવામાં આવી હતી.

RBI દૈનિક બજારમાં નાણાકીય બજારની તરલતાને નિયંત્રિત કરવા માટે LAF નો

ઉપયોગ કરે છે. આથી liquidity Adjustment facility RBI ને નાણાકીય નીતિ

ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

દૈનિક ધોરણે જરૂરિયાત અનુસાર RBI બેન્ક પાસેથી નાણા ઉધાર અથવા ધિરાણનું

કાર્ય કરે છે આ કાર્ય માટે રેપોરેટ તથા રીવર્સ રેપોરેટનો ઉપયોગ કરવામાં આવે 

છે.

liquidity Adjustment facility અંતર્ગત ઓછામાં ઓછી લેવડ-દેવડની રકમ 5

કરોડ અને વધુમાં વધુ કોઈ સીમા નક્કી કરેલ નથી.


MSF (marginal standing facility).


RBI ના રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કાનુન 2011 અંતર્ગત વર્ષ 2011-12 માં

નાણાકીય નીતિના ભાગરૂપે MSF ની શરૂઆત કરવામાં આવી હતી.       

RBI ના ગ્રાહકોને વિશેષ પરિસ્થિતિમાં તાત્કાલિક નાણાની જરૂરિયાત ઊભી થાય

ત્યારે RBI marginal standing facility અંતર્ગત તેમના ગ્રાહકોને ઋણ પૂરું પાડે છે.

આ સુવિધા માત્ર અનુસુચિત બેન્કને જ મળવા પાત્ર છે.

બેન્ક પોતાના SLR હિસ્સાને RBI પાસે જમા કરાવી ઋણ મેળવી શકે છે.

marginal standing facility અંતર્ગત ઓછામાં ઓછા 1 કરોડ તથા વધુમાં વધુ ધિરાણ NDTL ના 0.75% સુધી જ પ્રાપ્ત થઇ શકે છે.


CRR અને SLR વિશે જાણવા માટે અહીં ક્લિક કરો.     

 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ