What is CRR (Cash reserve Ration) CRR શું છે ?

 

Cash reserve Ration  (CRR) રોકડ અનામત પ્રમાણ.

CRR નો ખ્યાલ સૌ પ્રથમ બ્રિટીશ અર્થશાસ્ત્રી જે.એમ.કેઈન્સ. દ્વારા રજુ કરવામાં આવ્યો હતો.

દેશની તમામ બેન્કોને ખાતાધારકો દ્વારા કરવામાં આવતી રકમ ને ચોક્કસ ટકા રકમ દેશની કેન્દ્રીય બેન્ક એટલે કે RBI (રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા) પાસે CRR (Cash reserve Ration) તરીકે જમા કરવાની હોય છે.

Cash reserve Ration રાખવાનું મુખ્ય કારણ બેન્ક પાસે જમા રકમમાંથી બેન્ક ગ્રાહકો એક સાથે કોઈ પણ કારણસર પાછી માંગે ત્યારે બેન્કમાં નાણાની અછત ન સર્જાય તે માટે Cash reserve Ration રાખવાનું હોય છે.

બેંક દ્વારા CRR તરીકે રાખેલ રકમ અન્ય કોઈ પણ કાર્ય માટે વાપરી શકે નહિ એટલે કે આ રકમ પરથી RBI બેંક તરફથી આ બેંકોને કોઈ પણ પ્રકારનું વ્યાજ મળતું નથી.

વર્ષ 1999-૨૦૦૦  દરમિયાન આર્થિક મંદીને ધ્યાનમાં રાખતા RBICRR તરીકે જમા રકમ પર વ્યાજ આપવાનું શરૂ કર્યું હતું. અને પછી વર્ષ 2007માં આ વ્યાજને વર્તમાન સમય સુધી બંધ રાખવામાં આવેલ છે.

CRR રાખવાની જોગવાઈ રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934 અંતર્ગત થયેલી છે. તથા CRR તરીકે રાખવામાં આવતી રકમની રકવારી RBI નક્કી કરે છે.

CRRની માત્ર ચોખ્ખી માંગ તથા સામાયિક જવાબદારી (Net Demand and time liability) NDTL પર આધારીત હોય છે. વર્તમાનમાં NDTL ના 4.00% નિશ્વિત રકમ કરવામાં આવી છે.

RBI ના નિયમ અનુસાર દેશની દરેક વાણીજ્ય બેંક ક્ષેત્રીય ગ્રામીણ બેંક સહકારી બેંકેએ CRR ચોક્કસ પ્રમાણ જાળવવાનું હોય છે.

કોઈ પણ બેંક CRR જાળવવામાં નિષ્ફળ જાય તો તે બેંકને RBI દ્વારા દંડ કરવામાં આવે છે. આ દંડની રકમ બેંક દર સાથે જોડાયેલ છે.

CRR ગણતરી પખવાડીક ધોરણે કરવામાં આવે છે.

Incremental CRR વિમૌદ્રીકરણ સમયે બેંક પાસે જમા નાણાના મોટા પ્રમાણમાં જથ્થાના કારણે ઉત્પન્ન થતી પરિસ્થિતિને કાબુમાં કરવા માટે RBI દ્વારા Incremental CRRની જોગવાઈ કરવામાં આવી છે.

વિમૌદ્રીકરણ વર્ષ 2016ની પરિસ્થિતિમાં RBI એ બેંકને 100% CRR રાખવાની જોગવાઈ કરવામાં આવી હતી.

Statutory liquidity ration (SLR) કાયદામાન્ય પ્રવાહીતાનું પ્રમાણ.     

દેશની કેન્દ્રિય બેંક દ્વારા નક્કી કરેલી દરેક બેંકોએ પોતાની કુલ જમા રકમાંથી નિશ્વિત ભાગ પોતાની પાસે બેંકએ રાખવાનો હોય છે જેને Statutory liquidity ration (SLR) તરીકે ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં SLR 18% છે.

આ નિશ્વિત ભાગ રોકડ અથવા ગેર રોકડ કોઈ પણ હોઈ શકે છે ગેર રોકડમાં રકમ RBI માન્ય પ્રવાહિતા (liquidity) જેમ કે સોનું સરકારી પ્રતિભૂતિ, ટ્રેઝરી બીલ, વગેરે કોઈ પણમાં નિવેશ કરી શકાય છે.

ગેર રોકડમાં નિવેશ હોવાથી SLR પર ચોક્કસ નફો કે વ્યાજદર મળવાપાત્ર છે.

SLR રાખવાની જોગવાઈ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અંતર્ગત રાખવામાં આવી છે. આ કાયદા અંતર્ગત SLRનું પ્રમાણ NDTL ના 40% થી વધારે હોવું જોઈએ નહિ.

SLR નું પ્રમાણ RBI નક્કી કરે છે. જે વર્તમાનમાં વર્ષ 2021માં 18.00% છે.

SLRનો ઉપયોગ પણ SLR માફક બેન્કની તરલતા જાળવવા તથા બેન્કરન સમયે CRR તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

CRRની માફક જ બેંક SLR જાળવવા નિષ્ફળ જાય તો RBI એ દંડની જોગવાઈ કરેલી છે. આ દંડની રકમ બેન્કદર સાથે જોડાયેલો હોય છે SLRની ગણતરી પખવાડીક ધોરણે કરવામાં આવે છે.

NDTL શું છે જાણો.

કોઈ પણ બેકમાં અલગ અલગ બેન્ક ખાતાધારકો દ્વારા 200 રૂપિયા જમા કરવામાં આવે અને આ જમા રકમમાંથી CRR, SLR રૂપે ચોક્કસ રકમ જેમ કે 4%, 18% અનામત પોતાની પાસે રાખે છે. આથી કુલ જમા રકમમાંથી આ અનામતબાદ કરતા રૂ 178 વધે છે. આ વધતી રકમને NDTL તરીકે ઓળખવામાં આવે છે. જે બેંક ધિરાણ લેનારને બેંક ઋણસ્વરૂપ આપે છે.    

NDTL (Net Demand time Liabilities)

લેબીલીટીનો મતલબ જવાબદારી મતલબ બેન્કમા જે લોકોએ   પૈસા જમા કર્યા છે તે બેન્કને અમુક સમય પછી ફરીથી ગ્રાહકોને આપવાના હોય છે તે બેન્કની જવાબદારી છે. આમ લેબીલીટીનો એ જવાબદારી સૂચવે છે. જેમાં ઉધારીનો પણ સમાવેશ થાય છે.

સેવિંગ ખાતુ, કરંટ ખાતું, ફિક્સ ડીપોઝીટ, વગેરે બેન્કની જવાબદારી છે. પરંતુ બેન્ક કોઈ ખાતા ધારકને જે લોન આપે છે, તે એસેટ તરીકે ઓળખાય છે. કારણકે તે બેન્કના પૈસા છે અને બેન્કનું કાર્ય ખાતાધારકોને અલગ અલગ વ્યાજદરે ગ્રાહકોને ધિરાણ આપી ગ્રાહકો પાસેથી વ્યાજ ચૂકવે છે અને નફો મેળવે છે. આમ બેન્ક ગ્રાહકોને લોન આપી વ્યાજ રૂપે નફો મેળવે છે. એટલે અલગ અલગ પ્રકારની લોનને અહી એસેટ તરીકે ઓળખવામાં આવે છે.

Demand Liabilities.

સેવિંગ ખાતું અનેં કરંટ ખાતું આ બેન્કની ડિમાંડ લેબીલીટી તરીકે ઓળખાય છે. કારણ કે, આ ખાતા ધારકો તેમની ઈચ્છા મુજબ તેમના ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે. એટલે આ ખાતા ધારકોના ડીપોઝીટની ડિમાંડ રહે છે. એટલે જ આને Demand Liabilities તરીકે ઓળખવામાં આવે છે.

Time Liabilities.

FD અને RD ફિક્સ ડિપોઝીટ છે. જે time Liabilities તરીકે ઓળખાય છે. કારણ કે આ ફિક્સ ડિપોઝીટ અમુક સમય પછી જ બેન્કે ગ્રાહકને વ્યાજ સહીત આપવાના હોય છે. આ સમય મોટા ભાગે ફિક્સ હોય છે આમ આ time Liabilities તરીકે ઓળખાય છે.

CRR અને SLR સંપૂર્ણપણે NDTL પર આધારીત છે.

RBI આ બન્ને નો ઉપયોગ ફુગાવાને કંટ્રોલ કરવા માટે કરે છે. જયારે ફુગાવો વધે ત્યારે RBI ફુગાવાને નિયંત્રિત કરવા માટે CRR અને SLR નો રેટ વધારે છે. જેથી બજારમાંથી પૈસા ઓછા થાય છે જેના કારણે લોકોની ખરીદ શકાતી માં ઘટાડો થાય છે અને ફુગાવો આવી રીતે નિયંત્રિણમાં આવે છે.

ફુગાવાના દરને ભારતમાં ઓછામાં ઓછા 2% અને વધુ માં વધુ 6% રાખવાનો પ્રયત્ન RBI કરે છે. જે દેશના વિકાસ માટે યોગ્ય માનવામાં આવે છે.

RBI ને એવું લાગે કે માર્કેટમાં પૈસાની અછત છે તો RBI રેપોરેટ, CRR, SLR ના દરમાં ઘટાડો કરે છે. જેનાથી ઓછા વ્યાજદરે ગ્રાહકોને લોન મળે છે અને બજારમાં રૂપિયાનો પ્રવાહ વધે છે. જેનાથી પૈસાની અછત રહેતી નથી આમ RBI ફુગાવાને નિયંત્રિત કરવા માટે CRR, SLR, રેપોરેટ, રીવર્સપોરેટ નો ઉપયોગ કરે છે.

Other demand and time Liabilities.

ODTL માં જમા રકમ પર વ્યાજ ચુકવવા પાત્ર બીલ, અવેતન ડિવિડન્ડ અન્ય બેન્કો અથવા જાહેરન જનતાને બાકી રકમનું પ્રતિનિધિત્વ કરતી સસ્પેન્સ ખાતું બેલેન્સ બ્રાન્સ એડઝ્સન્મેન્ટ ખાતુમાં net ક્રેડીટ બેલેન્સ બેન્કિંગ સિસ્ટમને કારણે કોઈપણ રકમ કે જે ડિપોઝીટ અથવા ઉધારના સ્વભાવમાં નથી.

અન્ય બેન્કોવતી બીલની વસુલાત તથા અન્ય બેન્કોના વ્યાજ વગેરે જેવી બાબતોને કારણે આવી જવાબદારીઓ ઉભી થઇ શકે છે.

અન્ય માંગ અને સમય જવાબદારીઓમાં તે તમામ જવાબદારીઓનો સમાવેશ કરવામાં આવે છે જે માંગ જવાબદારીઓ અને સમયની જવાબદારીઓ હેઠળ આવરી લેવામાં આવી નથી.                             

         

 


 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ