What Mutual fund means. મ્યુચ્યુઅલ ફંડ શું છે.

 What is Mutual.


 મ્યુચ્યુઅલ ફંડ એ સામુહિક રોકાણકારોની વ્યવસાયિક રીત સંચાલીત સંસ્થા છે. જે સંયુક્ત રીતે સ્ટોક જેવી સિક્યોરીટીમાં રોકાણકારોના નાણાનું રોકાણ કરે છે.


આ ફંડના મેનેજર રોકાણ નક્કી કરી નફો અને નુકસાન જાળવી રાખે છે.
જોખમ વળતર કદ અને રોકાણના આધારે મુચ્યુઅલ ફંડ ને અલગ અલગ શ્રેણીમાં વિભાજીત કરવામાં આવે છે. જે નીચે મુજબ છે.
1. ઇક્વિટી ફંડ એ રોકાણકારોના નાણા ફક્ત શેરમાં રોકે છે. જે લાંબા સમયગાળાના રોકાણ માટે ફાયદાકારક છે.
Equity mutual fund.
મ્યુચ્યુઅલ ફંડમાં ઘણા બધા લોકોના પૈસાના હોય છે. જેમાં અનુભવી વ્યક્તિ દ્વારા આ ફંડનું સંચાલન કરવામાં આવે છે. આ ફંડનો ઉપયોગ એક જગ્યાએ કરવાના બદલે અલગ અલગ કંપની માં રીતે તેમની ટીમ દ્વારા રીચર્સ કરી નફો મેળવવા માટે અલગ અલગ કંપની માં ઇન્વેસ્ટ કરવામાં આવે છે. જેનાથી એક કે બે કંપનીમાં નુકસાન થાય તો અન્ય કંપનીમાંથી પ્રોફિટ મેળવી શકાય છે. અને નુકસાન કવર કરી વધુ નફો મેળવી શકાય છે.
મ્યુચ્યુઅલ ફંડનું સંચાલન AMC (Assets Management Company) કંપની દ્વારા કરવામાં આવે છે. આ કંપનીને SEBI દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.

Equity fund ના પ્રકારો.

Large cap
Mid cap
Small cap
Sector fund
Eiss fund
Diversified fund.

What is market capitalisation.
market capitalisation કોઈ પણ કંપનીની માર્કેટ વેલ્યુએશન જાણવા માટે ઉપયોગી કરવમાં આવે છે.
કંપનીની વેલ્યુએશન જાણવા માટે કોઈ પણ કંપનીના ટોટલ શેરને કંપનીની Current share price વડે ભાગવાથી કંપનીની માર્કેટ વેલ્યુએશન કાઢી શકાય છે.  
     દા.ત. કોઈ કંપનીના ટોટલ શેર 10,000 છે અને Current per share price 10 રૂ છે તો ટોટલ શેરને 10 વડે ભાગવાથી કંપનીની માર્કેટવેલ્યુ 100,000 થશે જો કોઈ વ્યક્તિ આ કંપની ખરીદવા માંગે તો તે વ્યક્તિ 100,000 રૂપિયા ચૂકવશે.
સેબી દ્વારા કંપનીની વેલ્યુએશનના આધારે તેને ત્રણ ભાગમાં વિભાજીત કરવામાંઆવે છે જેમાં Large cap, mid cap અને Smoll cap નો સમાવેશ થાય છે.

 Large cap.

માર્કેટ કેપ અનુસાર જે કંપનીઓની market વેલ્યુએશન 1 થી 100 ની વચ્ચે હોય છે. તેવી કંપનીઓને Large cap તરીકે ઓળખવામાં આવે છે. Large cap fund માં જે કંપનીઓ હોય છે. તે માર્કેટ કેટ ની ટોપ 100 કંપનીઓ હોય છે. આ કંપનીઓ સ્ટ્રોંગ અને ખુબજ મોટી હોય છે. લાર્જ કેપ ફંડ પોતાના Asset માંથી 80% હિસ્સો Large cap ના શેર અને ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરે છે. Large cap ખુબજ ઓછો રિસ્ક હોય છે એટલે રીટર્ન પણ નફો પણ તેટલો જ મળે છે. Mid cap અને Small cap ની તુલનામાં સૌથી સુરક્ષિત Large cap ને માનવામાં આવે છે. જે પણ લોકો વધુ રિસ્ક વગર ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવા માંગે છે તે લોકો large cap માં ઇન્વેસ્ટ કરી શકે છે.  
 
mid cap.

માર્કેટ કેપ અનુસાર જે કંપનીઓની market વેલ્યુએશન 101 થી 250 સુધીની છે તેમને mid cap કંપનીઓ તરીકે ઓળખવામાં આવે છે. આ કંપનીઓ પોતાના હિસ્સામાંથી 65% હિસ્સો mid cap કંપનીઓમાં શેર અનેઇક્વિટી માં ઇન્વેસ્ટ કરે છે.આ કંપનીઓમાં વધારે હોય છે પણ બદલામાં રીટર્ન પણ નફો પણ તેટલોજ મળે છે. જે લોકો થોડો રિસ્ક લેવા માંગે છે અને વધુ નફો મેળવવા માંગે છે તેવા લોકો આ કંપનીઓમાં ઇન્વેસ્ટ કરી શકે છે.

Small cap.

માર્કેટ કેપ અનુસાર જે કંપનીઓની market વેલ્યુએશન 250 થી વધુ રેન્કમાં આવે છે તેવી કંપનીઓને સ્મોલ કેપ કંપનીઓ તરીકે ઓળખવામાં આવે છે. સ્મોલ કેપ કંપનીઓ પોતાના હિસ્સામાંથી 65% હિસ્સો સ્મોલ કેપ ફંડમાં ઇન્વેસ્ટ કરે છે. Large cap, mid cap ની તુલનામાં Small cap કંપનીઓમાં વધુ રીટર્ન મળે છે, પરંતુ રિસ્ક પણ હાઈ હોય છે. જે લોકો ઓછા સમયમાં વધુ નફો મેળવવા ઈચ્છે છે તેઓ સ્મોલ કેપ કંપનીઓમાં ઇન્વેસ્ટ કરી શકે છે.
આ કંપનીઓ વિશે વધુ જાણવા માટે NSE ની વેબસાઈટ ની મુલાકાત લઇ શકો છો.
Large cap ની ટોપ 100 કંપનીઓ માટે તમે NIFTY 100 નો index જોઈ શકો છો.
Mid cap ની ટોપ 150 કંપનીઓ માટે તમે NIFTY 150 index જોઈ શકો છો.
Small cap ની ટોપ 500 કંપનીઓ માટે તમે NIFTY 250 index જોઈ શકો છો.

 2. નિયત વેતન ફંડ એ રોકાણકારોના નાણા બોન્ડમાં રોકાણ કરે છે. જેથી નિયત વ્યાજદર મારફતે રોકાણકાર નફો પ્રાપ્ત કરી શકે છે.
 3. હાઇબ્રીડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોના નાણા એકથી વધુ પ્રકારની સિક્યોરીટી જેમકે બોન્ડ શેર વગેરે માં રોકાણ કરે છે. તે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ તરીકે ઓળખાય છે.
ચોક્કસ લક્ષ્ય અથવા ઉકેલ અનુસાર ઓછામાં ઓછા પાંચ વર્ષના રોકાણ માટે સોલ્યુશન ઓરીએન્ટેડ ફંડ બનાવવામાં આવે છે.

 

મ્યુચ્યુઅલ ના ફાયદા.


 તે અર્થતંત્રમાં રોકાણ માટે જરૂરી નાણાકીય સ્ત્રોત પૂરો પાડે છે.
લોકોના નાણાને અલગ અલગ નુકસાનથી બચાવે છે. 
રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડ રોકાણનું પારદર્શી મધ્યમ પૂરું પાડે છે.
સામાન્ય વ્યક્તિની નાની બચતને યોગ્ય જગ્યાએ રોકાણ મારફતે નફો મેળવવામાં મદદરૂપ થાય છે.
ઉધોગોના વિકાસ માટે નાણા ભંડોળ એકત્રિત કરવામાં મદદરૂપ થાય છે.
અર્થતંત્ર ના વિકાસ સાથે બેરોજગારી દરમાં ઘટાડો કરવા મ્યુચ્યુઅલ ફંડ મદદરૂપ બને છે.
રોકાણકારોને સરકાર મારફતે નીતાક્કર લાભ મ્યુચ્યુઅલ ફંડમાં નિવેશ દ્વારા પ્રાપ્ત થાય છે.
રોકાણકારોને એક ફંડમાંથી અન્ય ફંડમાં રોકાણની સુગમતા મ્યુચ્યુઅલ ફંડ પૂરી પાડે છે.
તે દરમાં પૈસાના નિષ્ક્રિય સંગ્રહને નિરાશ કરી ભારત જેવા વિકાસશીલ દેશના વિકાસ માટે નિર્ણાયક સાબિત થાય છે.
 
હેજ ફંડ. (Hedge Fund)

હેજ ફંડ ને 2012 માં સેબી દ્વારા માન્યતા આપવામાં આવી હતી. હેજ ફંડ એક પ્રકારનું મ્યુચ્યુઅલ જ છે, પરંતુ તે ખાનગી નિષ્ણાંતો મારફતે સંચાલિત કરવામાં આવે છે. હેજ એટલે રક્ષણ કરવું.
બેંક,વીમા કંપનીઓ હાઈ નેટવર્ક ધરાવતી વ્યક્તિ પેન્શન ફંડ જોવા માન્યતા પ્રાપ્ત રોકાણકારો પાસેથી એકત્રિત ભંડોળનો ઉપયોગ હેજ ફંડમાં કરવામાં આવે છે.
 હેજ ફંડ ડેરીવેટીવ, ઇક્વિટી બોન્ડ કરન્સી વગેરે જેવા પોર્ટફોલિયો માં રોકાણ કરે છે.
બજાર ઉતાર-ચડાવ સામે રોકાણકારોના નાણાના જોખમના રક્ષણ 
માટે આક્રમક સંચાલનની જરૂરિયાત હેજ ફંડ ને છે.
તેઓ નોધ પાત્ર લાભ મેળવવા નું વલણ પણ ધરાવે છે.
 હેજ ફંડ ના નિષ્ણાંતો વધુ નફો મેળવવા માટે ખુબ ઝડપથી સીક્યોરીટીનું ખરીદ-વેચાણ કરે છે, જેથી જોખમ વધારે છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ