મધ્યસ્થી બેન્કનો પરિચય.
મધ્યસ્થી
બેન્ક એ કોઈ પણ દેશની બેન્કિંગ સિસ્ટમની નિયામક તથા બેન્કિંગ સિસ્ટમના સ્તરે ઉચ્ચ
સ્થાને હોય છે. જેને બેન્ક તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભારતમાં મધ્યસ્થી બેન્ક તરીકે રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કાર્ય કરે છે. મધ્યસ્થી
બેન્ક પોતાના સભ્યો પર કાનુન અનુસાર બેન્કની સ્થિરતા જાળવવા સંચાલન નિયામક તથા
નિયંત્રણનું કાર્ય કરે છે.
મધ્યસ્થી
બેન્કનું મુખ્ય કાર્ય કેન્દ્રીય નાણાકીય નીતિ ઘડવાનું અને તેના ચલણનું સંચાલન
કરવાનું કાર્ય કરે છે.
RBI સ્થાપના અને વિકાસ.
બ્રિટીશ
શાસન દરમિયાન 1913 માં ભારત્તમાં કાર્ય કરતી તમામ વેપારી બેન્કોની કંપની કાનુન
અંતર્ગત નોધણી કરાવવી ફરજીયાત કરવામાં આવી હતી.
હિલ્ટર
કમીશન દ્વારા ભારતમાં કેન્દ્રીય બેન્કની સ્થાપના માટેની ભલામણ 1929 માં કરવામાં
આવી હતી.
વર્ષ
1930 સુધી ભારતમાં દરેક બેન્કનું સંચાલન કંપની દ્વારા કરરવામાં આવતું હતું.
1934
માં બ્રિટીશ ભારત સરકાર દ્વારા RBI ની સ્થાપના કરવામાં આવી હતી. તેની સ્થાપના એક ખાનગી
સંસ્થા તરીકે કરવમાં આવી હતી.
સ્થાપના
સમયે RBI નું મુખ્યાલય કલકત્તા શહેરમાં
હતું પરંતુ વર્ષ 1937 માં બદલીને મહાષ્ટ્રના મુંબઈ શહેરમાં સ્થાપિત કરવામાં આવ્યું
હતું.
RBI ના મુખ્ય અધિકારીને ગવર્નર તરીકે
ઓળખવામાં આવે છે. પ્રથમ ગવર્નર સર ઓસબર્ન સ્મિથ હતા.
1935
માં નુસુચિત વેપારી બેન્કની નોધની RBI કાનુન અંતર્ગત કરવામાં આવી હતી.
આઝાદ ભારતના પ્રથમ ગવર્નર તરીકે દ્રિતીય નાણામંત્રી સી.ડી. દેશમુખ હતા.
જન્યુઆરી
1949 પછી ભારતમાં વર્તમાન બેન્કનું નિયમાનુસાર રાષ્ટ્રીયકરણ કરવમાં આવ્યું તે
અંતર્ગત વર્ષ 1949 માં RBI નું પણ રાષ્ટ્રીયકરણ કરવામાં
આવતું હતું.
RBI નું માળખું.
સત્તાવાર
નિર્દેશકો તરીકે RBI ના ગવર્નર (સંચાલક) તથા અન્ય ૪
ડેપ્યુટી ગવર્નર કાર્ય કરે છે.
બિનસત્તાવાર
નિર્દેશકો બે સરકારી અધિકારીઓ ભારત સરકાર દ્વારા નિયુક્ત ૧૦ સંચાલકો તથા RBI ના ૪ આર્થિક બોર્ડમાંથી
એક-એક સંચાલકોનો સમાવેશ થાય છે.
બે
સરકારી અધિકારી તરીકે આર્થિક બાબતોના સચિવ તથા નાણાકીય સેવા સચિવ નાણામંત્રાલય ના
સભ્ય હોય છે.
RBI ના કાર્યો.
RBI ને બેન્કોની બેંક તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તમામ અનુસુચિત બેન્કના ખાતા RBIમાં જળવાયેલા છે. તથા તમામ બેન્કોનું નિયમન પણ RBI કરે છે.
RBI બેન્કિંગ સંસ્થાઓના નિયામક તરીકે કાર્ય કરે છે.
RBI નાણાકીય સંસ્થાઓનું નિયમન નીચેના કાયદાઓ અનુસાર કરે છે.
રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એક્ટ 19૩4.
પબ્લિક ડેબ્ટ એક્ટ 1944.
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949.
ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999.
ક્રેડીટ ઇન્ફોર્મેશન કંપની એક્ટ 2005.
ગવર્મેન્ટ રેગ્યુલેશન સિક્યોરીટી એક્ટ 2007
પેમેન્ટ અને સેટલમેન્ટ સીસ્ટમ એક્ટ 2007.
RBI 1 સિવાયની વધીજ ચલણી નોટો બહાર પાડવાનું
કાર્ય કરે છે.
1
ની ચલણી નોટ તથા સિક્કાઓની જારીકર્તા ભારત સરકાર છે. પરંતુ વિતરણ RBI કરે છે.
RBI વર્તમાન નાણાનું વિનિમય કરી જે
ચલણ પરિભ્રમણ માટે યોગ્ય ન હોય તેને સ્વીકારી જનતાને ગુણવત્તાયુક્ત ચલણી નોટ તથા
સિક્કાઓ પુરા પાડે છે.
RBI કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના
નાણાનું સંચાલન કરે છે.
નાણા
માટે RBI સરકારના બે ખાતાનો વહીવટ સંભાળે
છે. અને ટ્રેઝરી બીલ મારફતે સરકારને ઋણ આપે છે.
જરૂરી
નાણાકીય સલાહ RBI સરકારને આપવામાં બંધાયેલી છે.
સરકાર દ્વારા નિર્દેશિત તમામ નાણાકીય કર્યો સરકાર વતી RBI કરે છે.
RBI ભારતીય ચલણને સ્ટેબલ રાખવા માટે ફોરેન કરેન્સીને ખરીદે અને વેચે છે.
કોઈ પણ બેન્કને શરૂઆત કરતા પહેલા RBI પાસેથી લાયસન્સ આપવામાં આવે છે.
ભારત
કાનુન અંતર્ગત RBI સમાવિષ્ટ તમામ બેન્ક પાસેથી જમા
રકમ સ્વીકારે છે. અને નિયમાનુસાર ઋણ આપવાનું કાર્ય કરે છે.
દેશમાં
કટોકટીના સમયે RBI પોતાની ગ્ર્હક બેન્કને સલાહ તથા
આર્થિક સહાય આપવાનું કાર્ય કરે છે.
બેન્કોને લાયસન્સ બેન્કના કર્યો સરળતાથી થઇ શકે તે માટે નીતિ બેન્ક નિયમનું પાલન ન કરે ત્યારે દંડ કે લાયસન્સ રદ કરવાની સત્તા પણ RBI ને આપવામાં આવેલ છે.
નાણાના
જથ્થાને નિયંત્રિત કરવા RBI દ્વારા સરકારી મદદથી નાણાકીય નીતિ
તથા ક્રેડીટ નીતિ બનાવવામાં આવે છે.
RBI નાણાકીય નીતિની મદદથી ફુગાવાના
દરને નિયંત્રિત કરે છે. જેથી સરકાર આર્થિક વિકાસ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરી વિકાસાત્મક
કર્યો કરી શકે.
RBI દેશના ચલણ એટલે કે રૂપિયાને વિનિમય
દરને RBI ની નીતિ અનુસાર સ્થિર રાખવાનું
કાર્ય કરે છે.
RBI નાં ભાન્ડોરમાં તથા સામાન્ય
નાગરિક પાસે રહેલા વિદેશી ચલણની અનામત જાળવવાનું કાર્ય કરે છે.
RBI આ કાર્ય Foreign Exchange management Act
1999 જેવા કાનુન અંતર્ગત કરે છે.
BASEL, IMF, G20,
વગેરે જેવા આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓમાં સરકાર વતી RBI
નું પ્રતિનિધિત્વ કરે છે.
ગ્રાહક
સુરક્ષા માટે RBI લોકપાલ મારફતે છેતરપિડી જેવા
દુષણો સામે રક્ષા કરે છે.
RBI દેશમાં બેન્કિંગ સુવિધાનો વિસ્તાર
લોકજાગૃતિના કાર્યક્રમો નાણાકીય સમાવેશન આર્થિક નીતિમાં સહાયતા ગ્રામીણ વિસ્તારમાં
શાખા વિસ્તરણ જેવા કર્યો પણ કરે છે. RBI પોતાની નીતિ અનુસાર થયેલ કર્યો
માટે વાર્ષિક રીપોટ તૈયાર કરે છે.
રેપોરટ અને રિવર્સ રેપોરેટ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો.
0 ટિપ્પણીઓ