what is the full form of atm, ATM નું સંપુર્ણ નામ અને તેના પ્રકારો

 

 ATM (Automated Teller Machine) ના પ્રકારો. 


ATMનું સંપૂર્ણ નામ Automated Teller Machine થાય છે. આ એક

બેન્કિંગ આઉટલેટ છે, જે ગ્રાહકોને શાખા પ્રતીનિધિ

અથવા ટેલરની મદદ વગર

મૂળભૂત આર્થિક વ્યવહારોને પૂર્ણ કરવાની મંજુરી

આપે છે.

ક્રેડીટકાર્ડ અથવા ડેબિટકાર્ડ ધરાવતા કોઈ પણ

વ્યક્તિ મોટા ભાગના ATM પર

રોકડ રકમ ઉપાડી શકે છે, આ ઉપરાંત ડિજીટલ

પેમેન્ટ કરવા માટે પણ ATM

કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે.

વિશ્વમાં ATM ની શરૂઆત સૌપ્રથમ અમેરિકામાં

જોન.હોર્સ.વોન દ્વારા કરવામાંઆવી હતી.

ભારતમાં ATM ની શરૂઆત સૌપ્રથમ હોંગકોંક

અને સંઘાઈ બેન્ક કોર્પોરેશન

(HSBC) દ્વારા 1987 ના વર્ષે કરવામાં આવી

હતી, ભારતમાં વિદેશી બેન્ક દ્વારા પ્રથમ ATMની 

શરૂઆત કરવામાં આવી હતી.

પ્રથમ ભારતીય ATM ની શરૂઆત કેરળના

કોચ્ચીની સબમરીનમાં કરવામાં આવી હતી.

ATM ગ્રાહકોને રોકડ બીલની ચુકવણી અને બે

ખાતા વચ્ચે નાણા ટ્રાન્સફર જેવા વ્યવહારોને 

મંજુરી આપે છે.


ATM ના પ્રકારો.

બેન્ક ATM

બ્રાઉન ATM

વ્હાઈટ ATM

ગ્રીન ATM

ઓરેન્જ ATM

પિંક ATM

યેલ્લો ATM

બાયોમેટ્રિક ATM


 

બેન્ક ATM.

આ પ્રકારના ATM મશીનની માલિકી અને સંચાલન

જે તે બેન્ક દ્વારા કરવામાંઆવે છે, આ બેન્કનું

પોતાનું ATM છે.

ATM મશીન પર લોગો બેન્કનો હોય છે.

ATMમાં ૦% ચાર્જ છે જેમાં વાર્ષિક રૂપિયા 51 ભાડા સ્વરૂપે લેવામાં આવે છે.


બ્રાઉન ATM.

આ પ્રકારના ATMનું સંચાલન કોઈ કંપની કે સંસ્થા

દ્વારા કરવામાં આવતું હોય છે.

પરંતુ ATMની રોકડ સબંધિત દેખરેખ બેન્ક દ્વારા

કરવામાં આવે છે.

હાર્ડવેર અને ATM મશીનની માલિકી પ્રદાતાની છે,

પરંતુ રોકડ વ્યવસ્થાપન અને

બેન્કિંગ નેટવર્ક સાથે જોડાણ પ્રયોજક બેન્ક ધ્વારા

આપવામાં આવે છે.

ખાનગી કંપની બ્રાઉન ATMની માલિકી ધરાવે છે.

અને તેનું સંચાલન કરે છે.

ઓફિસનું ભાડું ચૂકવે છે, તેઓ મકાનમાલિક,

વીજળી કંપની, ટેલીકોમ કંપની, વગેરે જોડે

વાતચીત કરે છે.

ATM પર લોગો બેન્કનો હોય છે.

ATM પર 20,000 ટ્રાનજેક્શન પર 50 રૂપિયા ચાર્જ કપાય છે.


વ્હાઈટ ATM.

વ્હાઈટ ATM રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા

પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સીસ્ટમ એક્ટ

2007 હેઠળ અધિકૃત છે.

આ પ્રકારના ATM મશીનની માલિકી અને સંચાલન

જેતે કંપની હોય છે, પરંતુ

ATM માં રોકડ રકમ પણ તે સંસ્થા દ્વારા પૂરી

પાડવામાં આવતી હોય છે.

ATM પર કોઈ પણ પ્રકારનો લોગો હોતો નથી.

ATM થી 10,000 ટ્રાનજેક્શન પર 112 રૂપિયા ચાર્જ કપાય છે.


ગ્રીન ATM :- કૃષિ વ્યવહારો માટે ગ્રીન ATM

હોય છે.


ઓરેન્જ ATM :- ઉપયોગ શેર વ્યવહાર માટે

કરવામાં અઆવે છે.


પિંક ATM :-ATMનો ઉપયોગ ફક્ત

મહિલાઓ માટે જ છે જેમાં ગાર્ડ દ્વારા

દેખરેખ રાખવામાં આવે છે અને તેઓ ખાતરી કરે છે

કે આ ATMનો ઉપયોગ

મહિલાઓ માટે જ છે  આવા ATMનો હેતુ

ATMની લાંબી લાઈનમાં ઊભી રહેલી

મહિલાઓની સમસ્યાને હળવી કરવાનો છે.


યેલ્લો ATM :- ATMનો ઉપયોગ ઈ-કોમર્સ

હેતુ માટે કરવામાં આવે છે.


બાયોમેટ્રિક ATM :- આ ATM બેન્કની વિગતો

મેળવવા માટે ગ્રાહકના ફીંગરરપ્રીન્ટ

સ્કેનર અને આઈ સ્કેનર જેવી સુરક્ષા સુવિધાઓનો

ઉપયોગ કરે છે.


રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના એક રીપોર્ટ અનુસાર

જાહેર ક્ષેત્રની બેન્કો હેઠળ SBI

પાસે ભારતમાં સૌથી વધુ 65,796 ATM છે. અને

પંજાબ નેશનલ બેન્ક તથા સિંધુ

બેન્ક પાસે 803 ATM છે.

ખાનગી ક્ષેત્રની બેન્કો હેઠળ HDFC બેન્ક પાસે

ભારતમાં સુંથી વધુ 188,68 ATM

છે. અને ધનલક્ષ્મી બેન્ક પાસે 261 ATM છે.

ભારતમાં સૌથી વધુ ATM મહારાષ્ટ્રમાં છે.


ATM ચાર્જ.

1 મહિનામાં લીમીટથી વધું વખત ATM નો ઉપયોગ

કરવાથી રીઝર્વ બેન્ક ઓફ

ઇન્ડિયાના(RBI) નિયમ અનુસાર ચાર્જ વસુલવામાં

આવે છે, આ ચાર્જ જેતે બેન્ક

દ્વારા નક્કી કરવામાં આવે છે.

SBI ના નિયમ અનુસાર 1 દિવસમાં ઓછામાં

ઓછા 100 રૂપિયા અને વધુમાં વધુ

20,000 રૂપિયા ATMથી કાઢી શકાય છે.

ગ્લોબલ ઇન્ટરનેશનલ કાર્ડથી 40,000 કાઢી શકાય

છે.

ગોલ્ડ ઇન્ટરનેશનલ કાર્ડથી 50,000 કાઢી શકાય 

છે.

PNB (પંજાબ નેશનલ બેન્ક) ના નિયમ અનુસાર

એક દિવસમાં પ્લેટિનમ અને RUPAY દ્વારા 

50,000 રૂપિયા કાઢી શકાય છે.             

HDFC ના નિયમ અનુસાર પ્લેટિનમ ડેબિટકાર્ડ

મારફતે એક દિવસમાં 100,000

RS કાઢી શકાય છે.   

 

રેપોરેટ અને રિવર્સ રેપોરેટ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો.

 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ