Bond and Debenture શું છે જાણો.
પબ્લિક પાસેથી લોન લેવા કંપની કે સરકાર બોન્ડ કે ડિબેન્ચર ઈશ્યુ કરે છે જેમાં ફિક્સ વ્યાજદર અને
ફિક્સ સમયગાળો નક્કી કરવામાં આવે છે.
સરકાર કે કોઈ અન્ય સંસ્થા દ્વારા નાણાકીય બજારમાંથી લાંબા
સમય ગળાનું ધિરાણ પ્રાપ્ત કરવા એક પ્રકારનો કાગળ કે જે ઋણપત્રક તરીકે ઓળખાય છે તે
રજુ કરવામાં આવે છે. જેને બોન્ડ કે
ઋણપત્રક ધારકોને સરકાર કે સંસ્થા નફો કરે કે ન કરે પરંતુ
રજુ કરવાના સમયે નિયત થયેલ ટકાવારી અનુસાર વ્યાજરૂપે વળતર પ્રાપ્ત કરવાનો હક છે.
સંસ્થાની નીલામી સમયે પોતાના નાણા પુનઃપ્રાપ્ત કરવાના
સૌપ્રથમ દાવેદાર બોન્ડધારક રહે છે.
બોન્ડ કે ડિબેન્ચર એક
પ્રકારનું સરકારનું કે સંસ્થાનું દેવું છે. બોન્ડ નું ખરીદી-વેચાણ અર્થતંત્રના
વેપારચક્રના મંદી સમયે વધારે ફાયદાકારક માનવામાં આવે છે.
Bond and Debenture between different.
વ્યાજદર દર પેમેન્ટ બોન્ડ અને ડિબેન્ચર માં દરેક વર્ષ પણ નક્કી કરવામાં આવે છે. અથવા
જેટલા સમય માટે બોન્ડ કે ડિબેન્ચર ઈશ્યુ
કરવામાં આવે છે તેટલો સમય પૂર્ણ થાય પછી વ્યાજસહિત રકમ પબ્લીકને ચુકવવા માં આવે છે.
બોન્ડ લાંબા સમયગાળા માટે જારી કરવામાં આવે છે જયારે બોન્ડ ની
તુલનામાં ડિબેન્ચર ટૂંકા
સમયગાળા માટે જરી કરવામાં આવે છે.
બોન્ડ હમેશા સિક્યોર હોય છે. જયારે ડિબેન્ચર સિક્યોર અને અનસીક્યોર હોઈ શકે છે.
બોન્ડ માં રિસ્ક
કમ હોય છે તેથી ડિબેન્ચર ની તુલનામાં વ્યાજ
ઓછું મળે છે, ડિબેન્ચરમાં રિસ્ક વધુ હોય છે તેથી બોન્ડ ની તુલનામાં વ્યાજ વધુ
મળે છે.
જયારે કંપનીની હાલત કોઈ કારણસર ખરાબ હોય ત્યારે સૌથી પહેલા
પેમેન્ટ બોન્ડ હોલ્ડરને ચુકવવા માં આવે છે અને પછી ડિબેન્ચર હોલ્ડરને પેમેન્ટ હચુકવવામાં આવે છે.
બોન્ડ હોલ્ડરને લોન તરીકે ટ્રેડ કરવામાં આવે છે.
જો ડિબેન્ચર કન્વર્ટેબલ
હોય તો તેને શેરમાં કન્વર્ટ કરી ડિબેન્ચર
હોલ્ડરને પેમેન્ટના બદલે શેર ઈશ્યુ કરવામાં આવે છે. જે બોન્ડ માં શક્ય નથી.
બોન્ડ કોઈ પણ પ્રકારની કંપની જારી કરી શકે છે, જયારે ડિબેન્ચર મોટી ભાગે પ્રાઇવેટ કંપની ઈશ્યુ કરે છે.
ડિબેન્ચર માં તેના કોઈ પણ પ્રકારની જામીનગીરી હોતી નથી મુખ્યત્વે કંપની મારફતે ઋણપત્રક જરી કરાયેલ હોય છે. બોન્ડ મુખ્યત્વે સરકાર, કેન્દ્રીય બેંક કે મોટી કંપની દ્વારા જામીનગીરી સાથે જારી કરવામાં આવેલ ઋણ ઉપકરણ છે.

0 ટિપ્પણીઓ