સ્ટોક એક્સચેન્જ ના મધ્યસ્થીઓ.
બ્રોકર. (Broker)
સ્ટોક એક્સચેન્જના મધ્યસ્થીઓની ચર્ચામાં સૌથી પહેલુ નામ
બ્રોકરનું આવે છે. બ્રોકર એ શેરધારકો તરફથી શેરનું ખરીદ-વેચાણ કરે છે. આ
ખરીદ-વેચાણ કરવા બ્રોકર શેરધારકો પાસેથી કમીશન દલાલીરૂપે લે છે.
બ્રોકર પોતાના અનુભવના આધારે શેરધારકોને ખરીદી-વેચાણ માટે
જરૂરી સલાહ-સૂચનો પણ આપે છે. બ્રોકર એ કોઈ વ્યક્તિ કે સંસ્થા હોઈ શકે છે. બ્રોકર
સીધા શેરધારકો સાથે જોડાયેલા હોય છે.
જોબ્બર. (Jobber)
જોબ્બર એ બ્રોકરના પણ બ્રોકર છે. જોબ્બર એ સીધા બ્રોકર સાથે
જોડાયેલ હોય છે. શેરધારકો સાથે સંબંધ હોતો નથી. જોબ્બર એ પોતાના બ્રોકરના શેર
સંબંધિત ખરીદી-વેચાણ જરૂરિયાત મુજબ કરે છે.
Stag (Male Deer)
સ્ટેગ રોકાણકાર પબ્લિક ટ્રેડીંગ પહેલા પ્રાથમિક બજારમાંથી
શેરની ખરીદી કરી નફો મેળવવા દ્રિતીય બજારમાં તે શેર વેચે છે.
આથી ટૂંકા સમયગાળામાં નફો મેળવવા શેરના ખરીદ-વેચાણનું કાર્ય
કરતી વ્યક્તિ છે.
માર્કેટ મેકર ( Market Maker)
માર્કેટ મેકર સિક્યોરીટીના ખરીદ-વેચાણ માટે બજારમાં વચેટીયાનું
કાર્ય કરે છે. તે પોતાના ખાતામાંથી પણ સીક્યોરીટીનું ખરીદ વેચાણ કરે છે.
તેનું કાર્ય જોબ્બરના સમાન જ હોય છે પરંતુ તે સિક્યોરીટીના
માટે બે દર એક સાથે જાહેર કરે છે. એક દર ખરીદીનો અને બીજો દર સિક્યોરીટીના વેચાણનો.
તે ખરીદ-વેચાણ બન્ને દર એક જ શેર માટે જાહેર કર્તા હોવાથી
શેરના મૂલ્ય નિર્ધારણ કરી બજાર બનાવતું હોવાથી શેરના મુલ્ય નિર્ધારણ કરી બજાર
બનાવતું હોવાથી નામ માર્કેટ મેકર રાખવામાં આવ્યું છે. Over the counter exchange of India ના મંચ પર
ફક્ત માર્કેટ મેકરને બોલી લગાવવાનો અધિકાર છે.
ભારતમાં મુદીબજ્રમાં discount and Finance house of India (DFHI) મુખ્ય માર્કેટ મેકર છે.
મંદડિયા (Bear)
મંદડિયા ત્યારે બને છે
જયારે માર્કેટ સમય જતા નકારાત્મક બને એટલે કે વ્યક્તિ ભવિષ્યમાં શેરની કિંમત માં
ઘટાડો થશે તેવું વિચારી શેરનું વેચાણ કરી તરત લાભ પ્રાપ્ત કરે છે તેને મંદડિયા તરીકે ઓળખવામાં
આવે છે.
બજારમાં મંદડિયા સક્રિય થવાથી
શેરનું ખુબજ વેચાણ થાય છે. જેના કારણે બજારની શેરની માત્રામાં વધારો થાય છે. અને
શેર સુચાકાકમાં નોધપાત્ર ઘટાડો થાય છે.
તેજડીયા (Bull)
તેજડીયા ત્યારે બને છે જ્યારે બજાર સમયાંતરે સકારાત્મક બને
એટલે કે વ્યક્તિ એવું વિચારે કે આવનાર સમયમાં શેરની કિંમત માં વધારો થશે, આથી
પોતાના શેરનું વેચાણ રોકી રાખી છે તથા બજારમાંથી સસ્તી કિંમતે શેર ખરીદવાનું નક્કી
કરે છે. જેથી ભવિષ્યમાં વધુ કીમતે શેર વેચી નફો મેળવી શકે તેવી વ્યક્તિને તેજડીયા
તરીકે ઓળખવામાં આવે છે.
બજારમાં તેજડીયા સક્રિય થવાથી શરની ખરીદી વધે છે આથી શેરની
માત્રામાં ઘટાડો જોવા મળે છે. જેની સીધી અસર શેરના ઊંચા સુચકાંકો પર જોવા મળે છે.
સ્ટોક માર્કેટ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો.

0 ટિપ્પણીઓ