SIP શું છે જાણો સરળ શબ્દોમાં.
SIP સંપૂર્ણ નામ Systematic investment plan છે. વર્તમાન સમયમાં પૈસા બચાવવા સૌથી સરળ માર્ગ છે. તેના દ્વારા તમે ફિક્સ નાની
એવી રકમ ઇન્વેસ્ટ કરી વધુ નફો મેળવી શકો છો. SIP તમે ઓછામાંઓછી 500 રૂપીયાથી પણ શરૂ કરી શકો છો. તમે
તમારી અનુકુળતા અનુસાર ફિક્સ રકમ SIP માં ઇન્વેસ્ટ કરી શકો છો. કોઈ પણ
વ્યક્તિ SIP શરૂ કરી શકે છે. અને કોઈ પણ વ્યક્તિ તેમની આવક મુજબ Sip માં ઇન્વેસ્ટ કરી શકે છે. તેમાં કોઈ લીમીટ નથી આ જ કારણે Sip ને વર્તમાન સમયમાં સૌથી શ્રેષ્ટ માનવામાં આવે છે.
Sip દ્વારા તમે રેગ્યુલર ઇન્વેસ્ટ કરી money મનીમેનેજમેન્ટ કરી શકો છો અને ફ્યુચર માટે જરૂરી પ્લાન બનાવી શકો છો.
Sip દ્વારા તમે સાપ્તાહિક, માસિક, અર્ધવાર્ષિક, અને વાર્ષિક ઇન્વેસ્ટ કરી શકો છો.
વર્તમાન સમયમાં SIP માં ઇન્વેસ્ટ કરવા માટે ઘણા બધા પ્લેટફોર્મ છે, જેના દ્વારા તમે SIP માં ઇન્વેસ્ટ કરી શકો છો.
NAV શું છે.
Sip માં ઇન્વેસ્ટ કરવા માટે NAV વિશે જાણવું ખુબ જ જરૂરી છે. NAV એટલે નેટ એસેટ વેલ્યુ (Net Asset Value) જેવી રીતે સ્ટોક માં શેર પ્રાઈઝ
હોય છે તેવી રીતે મુચ્યુઅલ ફંડના સંદર્ભમાં NAV હોય છે, મુચ્યુઅલ ફંડમાં એક યુનિટની કિંમત NAV જેટલી હોય છે. મચ્યુઅલ ફંડમાં અલગ અલગ સિક્યોરીટી હોય છે. જેમાં બોન્ડ, સ્ટોક, ડીપોઝીટ્સ, વગેરે હોય છે. NAV દરેક દિવસે કેલ્ક્યુએટ કરવામાં
આવે છે, એટલે કે દરેક દિવસે NAV બદલાતી રહે છે.
એક દિવસની NAV કાઢવા માટે મુચ્યુઅલ ફંડના પોર્ટફોલીઓમાંથી મુચ્યુઅલ
ફંડ ચલાવવાનો એક દિવસનો ખર્ચ બાદ કરતા જો 200 કરોડની વેલ્યુ મળે અને આજ દિવસે
માર્કેટમાં કુલ 20 કરોડ યુનિટ હોય તો આ દિવસે મુચ્યુઅલ ફંડની વેલ્યુ 10 મળે છે. ધારો
કે 10 રૂપિયા NAV પર તમે 5000 રૂપિયા ઇન્વેસ્ટ કરો છો તો તમને 500
યુનિટ મળશે, થોડા દિવસો પછી જો આ મુચ્યુઅલ ફંડની NAV 10 થી વધીને 14 રૂપિયા થાય તો તમને કુલ 7000 હાજર રૂપિયા મળશે. એટલે કે તમને અહીં 2000
રૂપિયાનો નફો મળે છે.
આવી રીતે તમે કોઈ પણ મુચ્યુઅલ
ફંડના યુનિટ અને NAV પરથી તમે કોઈ પણ વ્યક્તિની કે
તમારી ઇન્વેસ્ટમેન વેલ્યુ સરળતાથી કાઢી શકો છો. જયારે તમે લાંબા સમય માટે મુચ્યુઅલ
ફંડમાં ઇન્વેસ્ટ કરો છો તો તમારા ઇન્વેસ્ટ પર NAV નો વધુ પ્રભાવ પડતો નથી પણ તમે liquid, debt અને Equity ફંડમાં થોડા સમય માટે મોટી રકમ
ઇન્વેસ્ટ કરો છો તો NAV નો રીટર્ન પર પ્રભાવ પડે છે.
SIP પર તમે તમારી અનુકુળતા અનુસાર વર્ષો સુધી ઇન્વેસ્ટ
કરી શકો છો. તે તમારા પર નિર્ભર છે કે તમે કેટલા વર્ષો કે મહિના સુધી SIP માં ઇન્વેસ્ટ કરવા માંગો છો. તમે આજે ઇન્વેસ્ટ કરી બીજા દિવસે પણ તમારા પૈસા
રીટર્ન લઇ શકો છો.
SIP માં કોઈ ફિક્સ એવા નિયમો નથી કે તમે આટલા દિવસો, મહિનાઓ,
કે વર્ષો સુધી ઇન્વેસ્ટ કરવું જ પડે છે. એ તમારી અનુકુળતા પર નિર્ભર છે કે તમે કેટલા
મહિનાઓ, વર્ષો, સુધી ઇન્વેસ્ટ કરવા માંગો છો.
SIP કરવાના ફાયદા.
SIP માં કોઈ પણ વ્યક્તિ ઇન્વેસ્ટ કરી શકે છે કોઈ પણ
વ્યક્તિ 500 થી પણ SIP સ્ટાર્ટ કરી શકે છે.
એક વાર ઇન્વેસ્ટ કર્યા પછી તમને
એનાલિસીસ કરવાની જરૂર પડતી નથી કારણે કે ફંડ મેનેજર અને તેમની ટીમ દ્વારા યોગ્ય રીતે રીચર્સ કર્યા પછી જ તમારા
પૈસા અલગ અલગ કંપનીમાં લગાવવામાં આવે છે.
SIP પર નક્કી કરેલ ઇન્વેસ્ટમેન્ટ રકમને તમે વધારી પણ શકો છો અને ઘટાડી પણ શકો છો.
તમે ગમે ત્યારે SIP પર લગાવેલ પૈસા બહાર કાઢી શકો છો.
જેટલા વર્ષોની SIP કરી હોય તે પૂર્ણ થાય તે પહેલા પણ તમે SIP બંધ કરી શકો છો અને તમારા પૈસા બહાર નીકાળી શકો છો.
SIP શરૂ દરમિયાન કોઈ મહિનામાં તમે SIP ભરવાનું રહી જાય તો કોઈ પણ પ્રકાનો ચાર્જ ભરવો પડતો નથી અને ડબલ પૈસા પણ ભરવા
પડતા નથી.
SIP vs Lumpsum.
જયારે એક જ વાર રકમ ઇન્વેસ્ટ
કરવામાં આવે તો તેને Lumpsum ઇન્વેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે.
SIP માં દર મહીને ઇન્વેસ્ટ કરવમાં આવે છે. પણ Lumpsum માં એક જ વાર ઇન્વેસ્ટ કરવામાં આવે છે.
SIP માં ઇન્વેસ્ટ કરવા માટે સૌથી પહેલા તમે જે ફંડમાં
ઇન્વેસ્ટ કરવા માંગો છો ફંડને યોગ્ય રીતે એનાલિસીસ કર્યા પછી જ તે ફંડમાં ઇન્વેસ્ટ
કરવું જોઈએ.
Lumpsum ઇન્વેસ્ટ તમ યોગ્ય રીતે એનાલિસીસ કરી પછી યોગ્ય સમયે ઇન્વેસ્ટ કરી શકો છો તો
તમને વધુ રીટર્ન મળી શકે છે પણ જો તમે યોગ્ય સમયે ઇન્વેસ્ટ ન કર્યું હોય તો નુકસાન
થવાની સંભાવના વધુ રહે છે.
Lumpsum નો નુકસાન એ છે કે તમે એક વાર યુનિટમાં ઇન્વેસ્ટ કરો છો ધારો કે તમે 100 યુનિટમાં ઇન્વેસ્ટ કર્યા પછી તેની કિંમત ઘટે તો તમને નુકસાન થઇ શકે છે અને જો વધે તો તમે પ્રોફિટ મળે છે.

0 ટિપ્પણીઓ