જાણો વેપારી બેન્ક, અનુસુચિત અને બિન અનુસુચિત બેન્ક શું છે ?

 

વેપારી બેન્ક.

રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કાનુન અંતર્ગત 1934ની બીજી અનુસુચિત અનુસાર વેપારી બેન્કને લાયસન્સ આપવામાં આવે છે. આથી વેપારી બેન્કને અનુસુચિત વેપારી બેન્ક તરીકે પણ ઓળખવામાં આવે છે.

વેપારી બેન્કનું નિયમન બેન્કિંગ રેગ્યુલેશન કાનુન 1949 અંતર્ગત થાય છે આ કાનુન અનુસાર વેપારી બેન્ક એક નાણાકીય સંસ્થા છે જે લોકો પાસેથી થાપણ સ્વીકારે છે અને તે અનુસાર ધિરાણ આપી નફો મેળવે છે.

વેપારી બેન્કનો ઉદેશ્ય સહકારી બેન્કની વિરુદ્ધ નફો મેળવે છે.

વેપારી બેન્કના કાર્યો.

વેપારી બેન્ક પોતાના ગ્રાહકો પાસેથી થાપાનો સ્વીકારે છે. તેના બદલામાં વેપારી બેન્ક ગ્રાહકોને વ્યાજ ચૂકવે છે.

વેપારી બેન્ક પાસે જમા નાણા અનુસાર બેન્ક પોતાના ગ્રાહકોને ધિરાણની સુવિધા આપે છે. જેના મારફતે લોકો વિકાસાત્મક કાર્યો કરી શકે છે. આ ધિરાણ પર બેન્ક ગ્રાહકો પાસે થી વ્યાજની ઉઘરાણી કરે છે.

વેપારી બેન્ક પોતાના કયાક્ષેત્રમાં વિકાસ તથા મહત્તમ લોકો સુધી પહોંચ વધારી નાદો મેળવવા વિવિધ ભૌગોલિક ક્ષેત્રોમાં પોતાની નવી શાખાનું સર્જન કરે છે.

બેન્ક અન્ય સુવિધાઓ જેવી કે ઓનલાઈન નાણા ચુકવણી ( જેમ કે લાઈટબીલ પાણી બીલ DTH બીલ વગેરે) ઓનલાઈન ખરીદીના  બીલની ચુકવણી ATM સુવિધા ઓનલાઈન બેન્કિંગ સુવિધા માટે બેન્ક વિવિધ દીગીતાલ પેમેન્ટ સીસ્ટમ જેમ કે રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, Immediate Payment Service, National Electronic Fund Transfer વગેરેનો ઉપયોગ કરે છે.

એક બેન્ક અન્ય બેન્ક સાથે વિશેષ બેન્ક મારફતે ક્ષેત્રલક્ષી ચોક્કા કર્યો કરે છે.

વેપારી બેન્ક અન્ય સુવિધાઓ જેવી કે લોકર સુવિધા સોનાના અનામત મુજબ ઋણ અલગ અલગ ખાતામાં ચલણ રોકાણ વગેરે આપે છે.

વેપારી બેન્ક એ અનુસુચિત બેન્ક છે. જેને ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવે છે.

(૧) જાહેર ક્ષેત્રની બેન્ક.

જાહેર ક્ષેત્રની બેન્ક રીઝર્વ બેન્ક ઇન્ડિયા કાનુનની બીજી અનુસૂચિમાં સૂચીબદ્ધ છે. તેનું નિયમન બેન્કિંગ નિયામક કાનુન 1949 અંતર્ગત કરવામાં આવે છે.

જાહેર ક્ષેત્રની બેન્કો ભારતમાં સરકારી માલિકીની હોય છે. કારણ કે જાહેર ક્ષેત્રની બેન્કમાં ભારત સરકારના નાણા મંત્રલાય અથવા વિવિધ રાજ્ય સરકારના નાણા મંત્રાલય મારફતે બેન્કની કુલ મુડીનો બહુમત હિસ્સો એટલે કે ૫૦% થી વધુ રોકાણ કરવામાં આવે છે.

જાહેરક્ષેત્રની બેન્કને મુખ્યત્વે SBI તથા રાષ્ટ્રીયકૃત બેન્ક એમ બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે.

(૨) ખાનગી ક્ષેત્રની બેન્ક.

આ પ્રકારની બેન્કની માલિકી મોટા ભાગે ખાનગી ક્ષેત્રની હોય છે. ખાનગી ક્ષેત્રની બેન્ક એક પ્રકારની વેપારી બેન્ક હોવાથી તે રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કાનુન 1934 ની બીજી અનુસૂચી અંતર્ગત અનુસુચિત બેન્ક છે તથા તેનું નિયમન બેન્કિંગ નિયામક કાનુન 1949 અંતર્ગત થાય છે.

જાહેરક્ષેત્રની બેન્કમાં પ્રવર્તમાન સમસ્યાઓના ઉકેલ સ્વરૂપે ખાનગીક્ષેત્રનીબેન્કના પ્રમાણમાં વધારો થયો છે.

વર્ષ 1991 નરસિમ્હા સમિતિની ભલામણ બાદ ખાનગી ક્ષેત્રની બેન્કના પ્રમાણમાં વધારો થયો છે.

(૩) વિશેષ બેન્ક.

વિભિન્ન બેન્કો દ્વારા ચોક્કસ બેન્કિંગ સેવાઓ અથવા વિશેષ કેશ્ત્રના વિકાસ જેવા કર્યો પ્રદાન કરવા માટે લાયસન્સ પ્રાપ્ત બેન્કિંગ સંસ્થાઓ છે.

વિશેષ બેન્કને માત્ર પસંદગીના વિસ્તારમાં જ સેવાઓ આપવાની મંજુરી આપવામાં આવે છે. તે ચોક્કસ ભૌગોલિક વિસ્તાર જેમ કે જીલ્લાઓ ચોક્કસ રાજ્યો પુરતી જ સીમિત હોય છે.              

વિશેષ બેન્કને લાયસન્સ મુખ્ય ઉદેશ્ય દેશના દરેક નાણાકીય નાગરિકને બેન્કિંગ સેવામાં આવરી લઈને નાણાકીય સમાવેશ કરવાનો છે.

વિશેષ બેન્ક શબ્દ જ સૂચવે છે કે તે સામાન્ય સાર્વજનિક બેન્ક થી અલગ RBIના નીયમઅનુસાર ચોક્કસ સેવાઓ જેવી કે ક્રેડીટ પેમેન્ટ ડીપોઝીટ વગેરે જ આપી શકે છે.

વિશેષ બેન્ક પણ રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કાનુન 1934 અંતર્ગત અનુસૂચી બે માં સમાવિષ્ટ બેન્ક છે, તેનું નિયમન બેન્કિંગ રેગ્યુલેશન કાનુન 1949 અંતર્ગત કરવામાં આવે છે.

વિશેષ બેન્ક દ્વારા ભારતીય બેન્કિંગ સિસ્ટમમાં સ્પર્ધાત્મક તથા નવીનીકરણ આપ્યું છે.

વિશેષ બેન્કના વર્તમાનમાં મુખ્ય ચાર પ્રકાર છે.


પ્રાદેશિક ગ્રામીણ બેન્ક. 

સ્થાનિક ક્ષેત્ર બેન્ક.

લઘુ બેન્ક.

પેમેન્ટ બેન્ક.


અનુસુચિત બેન્ક.


  • RBI કાનુન બેન્ક એક પ્રકારની કંપની છે. જેના માટે ન્યુનતમ ૫ લાખની મૂડી હોવી જરૂરી છે.
  • આ પ્રકારની બેન્કો RBI પાસેથી ધિરાણ લેવા અધિકૃત છે.
  • વેપારી બેંકોએ RBI પાસે CRR તરીકે રાશી જમાં કરાવવાની હોય છે.
  • આ પ્રકારની બેન્કો આર્થિક રીતે સ્થિર છે તેથી થાપણદારોના અધિકાર સુરક્ષિત રહે છે.
  • આ પ્રકારની બેન્કને પોતાના રીટર્ન સમયાંતરે બતાવવા જરૂરી છે.
  • આ પ્રકારની બેન્ક ક્લીયરીંગ હાઉસની મેમ્બર હોવાથી બે બેન્ક વચ્ચે નાણા હસ્તાંતરણ તથા ચેક ક્લીયર જેવા સાધનોનો ઉપયોગ કરી શકે છે.
  • વેપારી બેન્ક, ખાનગી બેન્ક,  જાહેર ક્ષેત્રની બેન્ક વગેરે અનુસૂચી બેન્કના ઉદાહરણ છે.

બિન-અનુસૂચી બેન્ક.

  • RBI કાનુન અંતર્ગત બીજી અનુસૂચિમાં સૂચીબદ્ધ હોતી નથી. આથી બિનઅનુસુચિત બેન્કોને RBIના નિયમોનું પાલન કરવું જરૂરી નથી.
  • આ પ્રકારની બેન્કો RBI પાસેથી ધિરાણ લેવા અધિકૃત નથી.
  • બિનઅનુસુચિત બેન્કો RBI તરીકે રાશી પોતાની પાસે જ રાખવાની હોય છે.
  • આ પ્રકારની બેન્કમાં જોખમનું પ્રમાણ જોવા મળે છે.
  • આ પ્રકારની બેન્ક માટે ચોક્કસ નિયમ બનાવવામાં આવ્યા નથી.
  • આ પ્રકારની બેન્ક ક્લીયરીંગ હાઉસની મેમ્બર ન હોવાથી અનુસુચિત બેન્કને મળતી સુવિધા પ્રાપ્ત થતી નથી.
  • સ્થાનિક બેન્ક, રાજ્ય સહકારી બેન્ક વગેરે બિનઅનુસુચિત બેન્કોના ઉદાહરણ છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ