what is inflation ફુગાવો શું છે કેવી રીતે વધે જાણો સરળ શબ્દોમાં

 

Inflation

અર્થતંત્રમાં ફુગાવો એટલે સામાન્ય રીતે વસ્તુઓ અને સેવાઓની કિંમતમાં ચોક્કસ સમયગાળા દરમિયાન થતા વધારાને ફુગાવો” તરીકે ઓળખવામાં આવે છે.

       અર્થતંત્રમાં જ્યારે લોકોની ખરીદ શક્તિમાં વધારો થાય અને ઉત્પાદનનાં સ્તરમાં કોઈ ફેરફાર ના થાય ત્યારે માંગમાં વધારો થાય છે અને તેના કારણે ફુગાવો સર્જાય છે. આમ ફુગાવા દરમિયાન વસ્તુઓ અને સેવાઓની કિંમતમાં વધારો થાય છે, પરંતુ તેની સામે લોકોની નાણા ચુકવવાની ક્ષમતામાં કોઈ ફેરફાર થતો નથી જે લોકોની ખરીદશક્તિમાં ઘટાડો સૂચવે છે.

લોકોના વેતનમાં કોઈ પણ પ્રકારનો વધારો થતો નથી, પરંતુ વસ્તુઓ અને સેવાઓની કિંમતમાં વધારો થતો હોવાથી નાણા વધુ ચુકવવા પડે છે. અને આવી રીતે નાણાનું અવમુલ્યન થતું જાય છે.

ફુગાવાના કારણે આર્થિક રીતે નબળા વર્ગોને વધુ નુકસાન થાય છે.

ફૂગાવોના કારણે ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગોને વધુ નુકસાન થાય છે. કારણ કે ફુગાવાના કારણે વસ્તુઓ અને સેવાઓની કિંમતમાં વધારો થતો હોવાથી જરૂરીયાત વસ્તુઓની ખરીદીમાં તેમની આવકનો મોટો હિસ્સો ખર્ચાઈ જાય છે.

       ફુગાવાની અસર સમગ્ર અર્થતંત્ર પર પડે છે. ફુગાવો એ કોઈ પણ દેશના અર્થતંત્ર માટે આર્થિક સમસ્યારૂપ છે.

કોઈ પણ XYZ કંપની પોતાના ઉત્પાદનમાં ૨૦૦ રૂપિયા ખર્ચ કરે છે, પરંતુ ઉત્પાદન માટે કાચો માલ, વેતન વધારો અને કર વગેરેના કારણે આ ખર્ચમાં વધારો થાય છે. તેના કારણે ઉત્પાદન ઉત્પન્ન કરવા માટે ૨૦૦ની જગ્યાએ ૨૨૦ રૂપિયા ખર્ચ કરવા પડે છે. જેના કારણે ફુગાવો સર્જાય છે. અહી ઉત્પાદન કરવા માટે ૨૦ રૂપિયા વધુ ખર્ચ કરવા પડે છે. જેનાથી કંપની નફો મેળવવા માટે વસ્તુઓની કિંમતમાં વધારો કરે છે. આમ કિંમત વધતા લોકોની માંગમાં ઘટાડો થવાથી ઉત્પાદન પર નકારાત્મક અસર જોવા મળે છે.

આવી રીતે અન્ય વસ્તુઓ અને સેવાઓમાં પણ વધારો થાય છે જેના કારણે સમગ્ર અર્થતંત્ર પર નકારાત્મક અસર જોવા મળે છે.

ફુગાવો નિયંત્રિત અવસ્થામાં હોય તો તે વિકસિત અર્થતંત્રમાં નાણાકીય નીતિ થતા રાજકોષીય નીતિ બનેના સંચાલન દ્વારા ફુગાવાને નિયંત્રણમાં લાવવામાં આવે છે.

સરકાર પોતાની નીતિ અંતર્ગત બેલેન્સ ઓફ પેમેન્ટ સરખું રાખવા ફુગાવામાં વધારો ઘટાડો કરોને આયાત કે નિકાસને નિયંત્રણ કરે છે.

ભારત સરકાર ફુગાવાને કાબુમાં લેવા RBI ની મદદથી ખુલ્લા બજારના કર્યો દ્વારા નાણામાં વધારો કે ઘટાડો કરે છે.

RBI પણ રેપોરેટ માં વધારો કરીને કે ઘટાડો કરીને ફુગાવાને કાબુમાં લાવવા પ્રયત્નો કરે છે.

       Deflation એટલે એવી પરિસ્થિતિ કે જેમાં વસ્તુ અથવા સેવાની આપૂર્તિ સામે માગમાં ઘટાડો થવાથી તેની કિંમતમાં ઘટાડો જોવા મળે છે. તેની સામે ઉત્પાદન તથા નાણાના મૂલ્યમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી, આથી અસ્થાયી સમય માટે અથવા ચોક્કસ વસ્તુઓ કે સેવાઓની કિંમતમાં થતા વધારાને ફુગાવો કહી શકાય નહિ.

ભારતીય અર્થતંત્રમાં ઇન્ફ્લેશનના બદલે ફુગાવા દરમાં વધારો અને ડિસઇન્ફલેશનના બદલે દુગાવા દરમાં ઘટાડો શબ્દ વાપરવામાં આવે છે.

ફુગાવાની ગણતરી માટે અર્થતંત્રમાં ઉપયોગમાં લેવાની તમામ વસ્તુઓ કે સેવાઓની ગણતરી કરવામાં આવતી નથી આથી જે તે દેશની સરકાર ફુગાવાની ગણતરી કરવા માટે વસ્તુઓ કે સેવાઓનું જૂથ બનાવે છે. જેમાં ચોક્કસ સમય ગાળાદરમિયાન ઉતાર ચડાવ માપાનથી ફુગાવાનો દર નાક્કી કરવામાં આવે છે.

ફુગાવાના દરમાં માપન માટે એક નિયત આધારવર્ષ નક્કી કરવારૂ જરૂરી છે જેના આધારે વર્તમાન અને ભવિષ્યમાં થતા બદલાવનું માપન કરવામાં આવે છે.

ભારતીય અર્થવ્યવસ્થામાં ફુગાવાનું માપન સાપ્તાહિક કે માસિક ને વાર્ષિક સમયગાળા દરમિયાન કરવામાં આવે છે.

ફુગાવાના કારણો.

પુરવઠા સામે લોકોની માંગમાં વધારો થાય ત્યારે ફુગાવો સર્જાય છે.

કોઈ પણ કારણસર જયારે માંગમાં વધારો થાય અને તેની સામે પુરવઠો યથાવત રહે ત્યારે માંગ પ્રેરિત ફુગાવો સર્જાય છે.

માંગ પ્રેરિત ફુગાવો સર્જાવાના કારણો.

જયારે દેશની કેન્દ્રીય બેન્ક દ્વારા નાણા વધુ છાપવામાં આવે ત્યારે બજારમાં નાણાના પ્રવાહમાં વધારો થાય છે. જેનાથી લોકોની ખરીદ શક્તિમાં વધારો થાય છે, જેનાથી માંગમાં વધારો થાય છે.

જનસંખ્યામાં વધારો થવાથી વસ્તુઓની માંગમાં વધારો થાય છે તેની સામે પુરવઠો યથાવત રહેતો હોવાથી ફુગાવો સર્જાય છે.

વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ અને જાહેર સેવાઓ પાછળ ખર્ચના કારણે બજારમાં નાણાનો પ્રવાહ વધે છે નાણાના પ્રવાહમાં વધારો થવાથી વસ્તુઓની કિંમતમાં વધારો થાય છે. અને અંતે ફુગાવો સર્જાય છે.

કાળા નાણાના પ્રવાહમાં વધારો થવાથી લોકોની આવકમાં વધારો થાય છે. જેનાથી પણ ફુગાવો સર્જાય છે.

 

લાગતજનીત ફુગાવો કે સપ્લાય શોક ઇન્ફલેશન

       કોઈ પણ વસ્તુ કે સેવાની બનાવટ કે ઉત્પાદન સમયે તેની પાછળ થતા ખર્ચમાં વધારો થાય ત્યારે જે તે વસ્તુ કે સેવાની કિંમતમાં વધારો થાય છે જેના કારણે ફુગાવો ઉત્પન્ન થાય છે આ પ્રકારના ફુગાવાને લાગતજનીત ફુગાવો કે સપ્લાય શોક ઇન્ફલેશન તરીકે ઓળખવામાં આવે છે.

ફુગાવો વધવાથી મજુર વર્ગ વેતન વધારવા માટે અંદોલન કરે છે વેતન વધારો સીધો જ ઉત્પાદન પાસ અસર કરે છે જેના કારણે ફુગાવો સર્જાય છે.

વિદેશમાંથી આયાત મોંઘી થતા કાચામાલ માટે ચુકવવા પડતા નાણામાં વધારો થાય છે જે ફુગાવામાં વધારો કરે છે.

કરવેરામાં વધારો થવાથી પણ ફુગાવામાં વધારો થાય છે.

ઉત્પાદન સાથે સાથે વીજળી દર, ઓદ્યોગિક એકમનો નફો સરકાર દ્વારા સંચાલિત વસ્તુ કે સેવાના દર વગેરે પરિબળો પણ ફુગાવામાં વધારો કરે છે.

કોઈ પણ વસ્તુનો પુરવઠો ઘટતા માંગમાં વધારો થાય જેના કારણે પણ ફુગાવો સર્જાય છે.                   


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ