ઇન્ડિયન વીમા ક્ષેત્ર, તથા તેની કંપનીઓ અને IRDAI વિશે જાણો.

 

ઇન્ડિયન વીમાક્ષેત્ર.

વીમા કામક્પનીઓ લોકોની ક્ષમતા અનુસાર બચતને એકત્ર કરવામાં મદદરૂપ બને છે. આ બચતનો સકારાત્મક રીતે ઉત્પાદન પ્રવૃતિમાં રોકાણ કરવામાં મદદ કરે છે જે અંતે દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે.

વીમા કંપની દેશના મૂડી ભંડોળને વધારવામાં મદદરૂપ બને છે. જેનાથી બજારમાં મૂડીની સ્થિરતા જળવાય છે અને ભીવાશ્યના જોખમ કે નાણાની અસ્થિરતા સામે રક્ષણ પૂરું પાડે છે.

વીમા ક્ષેત્રની કંપનીઓ મારફતે ભારતમાં મોટા ભાગના લોકોને રોજગારી મળે છે. જેનાથી દેશમાં બેરોજગારીનું પ્રમાણ ઘટે છે.

વીમા ક્ષેત્ર ગ્રામીણ અને સામાજિક ક્ષેત્ર સેવાઓ પૂરી પાડી તેઓના વિકાસમાં વધારો કરે છે. તથા વિવિધ જોખમો સામે વીમો આપી ભવિષ્યના જોખમ વગર વેપારને વિકસાવવામાં મદદરૂપ બને છે.

વીમાક્ષેત્ર ચોક્કસ નાણા ભંડોળ પૂરું પાડી આંતરિક તાતા બાહ્ય વેપારમાં મદદરૂપ થઇ GDPમાં વધારા સાથે આર્થિક વૃદ્ધિ તરફ દેશને દોરી જાય છે.

 

વીમાના બે પ્રકાર પાડી શકાય છે.


જીવન વીમા ( Life insurance)

મૃત્યુ અપંગતા જેવી ઘટનાઓ સામે જીવન વીમા પોલીસી દ્વારા આર્થિક ચુકવણી કરવામાં આવે છે.    

ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ

વોલ લાઈફ ઇન્સ્યોરન્સ

નાના સમય માટે ઇન્સ્યોરન્સ.

Child plans.

Pension plans.


સામાન્ય વીમો.

સામાન્ય વીમા યોજનાઓમાં વીમાના અન્ય સ્વરૂપોનો સમાવેશ થાય છે. જેમાં વીમા ધારકના મૃત્યુ સિવાયના અન્ય નુકસાન જેવા કે ઘર, કાર, કીમતી ધાતુ વગેરે વેગેરેના નુકસાન સામે આર્થિક રક્ષણ આપે છે.

મોટર વીમો

યાત્રા વીમો

અગ્નિ વીમો

ઘર વીમો

 

જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ.


(૧) ભારતીય જીવન વીમા નિગમ.

૧ સપ્ટેમ્બર 1956 ના રોજ સંસદના અધિનિયમ દ્વારા ૨૪૩ કંપનીઓને એકીકૃત કરીને સામેલ કરીને LIC ની સ્થાપના કરવામાં આવી હતી LIC નું સંપૂર્ણ નામ Life insurance corporation છે.

LIC એ વીમા અધિનિયમ 1938, LIC કાનુન 1956, LIC અધિનિયમ (IRDAI) 1919 દ્વારા સંચાલિત થાય છે.

LIC એ જીવાણ વીમા ઉદ્યોગની સૌથી મોટી કંપની છે.

LIC સરકારી જામીનગીરીનો પણ મોટો ભાગ ધરાવે છે.

(૨) ભારતીય સામાન્ય વીમા નિગમ.

General insurance corporation of India. GIC નું વર્ષ 1972માં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું અને 107 વીમા  કંપનીઓને ચાર કંપનીમાં એકીકૃત કરવામાં આવી. આ ૪ એસ્પોરન્સ કો.લી અને યુંનૈતેદ ઇન્ડીયા GIC ને વર્ષ 1972 માં સામેલ કરી ઉપરોક્ત ચાર કંપનીને તેની પેટા કંપની બનાવવામાં આવી.

2002 માં GIC ને રીન્સપોરન્સ તરીકે સૂચિત કરવામાં આવ્યું. જે વીમો આપનાર કંપનીનો વીમો કરનાર તરીકે ઓળખાય છે GIC એ જીવન વીમા સિવાયની વસ્તુ સંપતિ માટે વીમો પૂરો પાડે છે.

(3) Oriental insurance company limited.   

આ કંપનીની સ્થાપના 1947 માં કરવામાં આવી હતી.

આ વીમા કંપની સામાન્ય વીમા ઉધોગના તમામ ક્ષેત્રોમાં ગ્રાહકને વીમા સેવા આપે છે.

(4) the new India Assurance company limited.

આ કંપનીની સ્થાપના વર્ષ 1919 ના રોજ સર દોબરાજી દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ કંપનીના વિલીનીકરણ સાથે વર્ષ 1973 માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.

આ કંપની સામાન્ય વીમા વ્યવસાયના લગભગ તમામ ક્ષેત્રોમાં ગ્રાહકોને વીમા સેવા પૂરી પાડે છે.

(5) ભારતીય કૃષિ વિમ્કા કંપની.

AICIL ની સ્થાપના વર્ષ 2002 ના રોજ કંપની કાનુન હેઠળ ભારતમાં કૃષિ અને સંલગ્ન પ્રવૃતિઓમાં રોકાયેલી વ્યક્તિઓની વીમા જરૂરીયાતોને પૂર્ણ કરવા માટે તેની સ્થાપના કરવામાં આવી હતી.

આ કંપનીની શેર મૂડીમાં યોગદાન ચાર જાહેરક્ષેત્રની સામાન્ય વીમા કંપનીનું છે.

(6) United India insurance company limited.

આ કંપનીની સ્થાપના વર્ષ 1938 માં કરવામાં આવી હતી.

આ કંપની સામાન્ય વીમા ઉધોગના તમામ ક્ષેત્રોમાં ગ્રાહકને વીમા સેવા પૂરી પાડે છે.

સામાન્ય વીમા ઉધોગના રાષ્ટ્રીયકરણ સાથે 12 ભારતીય વીમા કંપની 4 સહકારી વીમા મંડલી, 5 વિદેશી વીમા કંપની, દક્ષીણ ક્ષેત્રની વીમા કંપનીને યુંનાઈતેદ ઇન્ડિયા વીમા કંપનીમાં જોડવામાં આવી હતી.

તે સામાન્ય વીમા ઉધોગના તમામ ક્ષેત્રોમાં ગ્રાહકને વીમા સેવા પૂરી પાડે છે.

(7) National insurance company limited.

આં કંપનીની સ્થાપના વર્ષ 1906માં કરવામાં આઈ હતી તે સામાન્ય ઉધોગના રાષ્ટ્રીયકરણ સાતેહ 21 વિદેશી અને 11 ભારતીય કંપનીને જોડીને આ કંપનીની સ્થાપના થિયા હતી.

આ કંપની સામાન્ય વીમા ઉધોગના તમામ ક્ષેત્રોમાં ગ્રાહકને વીમા સેવા આપે છે.


IRDAI (insurance regulatory and development authority of India.)

 

IRDAIની સ્થાપના એક સ્વાયત્ત સંસ્થા તરીકે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી એક્ટ 1999 અંતર્ગત કરવામાં આવી હતી.

IRDAIનું મુખ્યાલય હૈદરાબાદમાં આવેલ છે.

IRDAI એ ભારતીય વીમાક્ષેત્રના નિયમન અને વિકાસ માટે જવાબદાર સરકારી સંસ્થા છે.

IRDAI નું કાર્યકારી માળખું.

અધ્યક્ષ જે 5 વર્ષ 65 વર્ષ વયમર્યાદા સુધી કાર્યરત રહે છે વર્તમાનમાં ડૉ. સુભાષચંદ્ર ખુંટીયા IAS IRDAI ના અધ્યક્ષ છે અને અન્ય સભ્યો જે ૫ વર્ષ અથવા 62 વર્ષ વયમર્યાદા સુધી કાર્યરત રહે છે. તથા તેની આ પદ માટે પુનઃનિયુક્તિ પણ સંભવ છે.

IRDAI ના કાર્યો (FUNCTION OF IRDAI)

વીમાધારકના અધિકારોનું રક્ષણ કરવું આ માટે IRDAI નિયમો બનાવે છે.

IRDAI જીવનવીમાં સામાન્ય વીમા તથા પુનઃ વીમા કંપનીઓને અલગ અલગ લાઈસન્સ આપે છે.

તે દેશની વીમા કંપનીઓને નોધણી પ્રમાણપત્ર આપે છે. તથા આ નોધાનીના નવીનીકરણ ફેરફાર રદ કરવું વગેરે કાર્યો પણ સામેલ છે.

તે વીમાક્ષેત્રની નિયમન, વિકાસ અને દેખરેખ માટે જરૂરી નિયમો બનાવી કાર્યપાલન કરે છે.

IRDAI એકાઉન્ટીન્ગ સોલવન્સી માટે વીમા કંપની માટે ધારા-ધોરણો નક્કી કરે છે.

IRDAI ગેરવર્તણુક પર કંપનીઓને દંડ કરી શકે છે. તથા તેની નોધણી રદ પણ કરી શકે છે.

IRDAI વીમા લોકપાલની મદદથી ગ્રાહકની સમસ્યાનું નિવારણ કરે છે.

IRDAI એ નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ નાં સભ્ય છે.     

 



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ