ગેર બેન્ક.
ગેર બેન્ક એક
પ્રકારની નાણાકીય સંસ્થા છે. જેની પાસે સંપૂર્ણ લાયસન્સ નથી, તથા તેનું રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય બેન્કીં નિયમનકારી સંસ્થા દ્વારા નિરીક્ષણ કરવામાં આવતું નથી.
તે કંપની કાનુન અંતર્ગત લાયસન્સ પ્રાપ્ત સંસ્થા છે.
ગેર બેન્ક, બેન્ક સબંધિત નાણાકીય સેવાઓ જેવી કે ધિરાણ, રોકાણ, બચત, વગેરે જેવા કાર્યો કરે
છે, તદુપરાંત તે જોખમ પુલિંગ, કરાર આધારિત બચત બજાર દલાલી, વિદેશી ચલનની વ્યવસ્થા Understanding તકનીક કે મેનેજમેન્ટ
પરામર્શ, બેન્ક ગેરંટી વગેરે જેવી સેવાઓ પણ પૂરી પાડે છે.
ગેર બેન્કનો
મુખ્ય ઉદેશ્ય લાંબા ગળાના ધિરાણ મારફતે ઉધોગોને મદદ કરવાનો છે.
ગેર બેન્ક
સામાન્ય લોકો પાસેથી નાની રકમમાં રોકડ જમા કરતી નથી.
ગેર બેન્ક PSLના નિયમોનું પાલન કરતી નથી.
ગેર બેંકને
લાયસન્સ મેળવવા બે કરોડ રાશિની જરૂર રહેતી નથી.
ગેર બેન્કના
પ્રકાર.
Aifi (All India financial institution)ઓલ ઇન્ડિયા ફાઈનાન્સિયલ ઇન્ટીટ્યુટ.
Axim Bank : એક્ષપોર્ટ અને ઈમ્પોર્ટ બેન્કની સ્થાપના ૧૯૮૨ માં કરવવામાં આવી
હતી.
Axim Bank નું મુખ્યાલય મંબઈ સ્થિત છે.
Exim બેન્કનો
મુખ્ય ઉદેશ્ય વિદેશ વેપારને પ્રોત્સાહન, વિદેશ રોકાણમાં મદદ
કરવાનો છે.
NABARD : National bank for Agriculture and rural development ની સ્થાપના વર્ષ ૧૯૮૨ માં કરવામાં આવી હતી.
NABARD નું
મુખ્યાલય મુંબઈ સ્થિત છે.
NABARD ની
માલિકી ભારત સરકાર હસ્તક છે.
NABARD
સહકારી બેન્ક તથા ક્ષેત્રીય ગ્રામીણ બેન્ક RBI ના નિયમનકર્તા
તરીકે કાર્ય કરે છે.
NABARDની
સ્થાપનાનો મુખ્ય ઉદેશ્ય કૃષિ તથા ગ્રામીણ ક્ષેત્રના વિકાસ માટેનો છે.
ભારતીય તમામ
બેન્કો તથા ૨૦ થી ઓછી શાખા ભારતમાં ધરાવતી દરેક વિદેશી બેન્ક પોતાના પ્રાથમિક
ક્ષેત્રે ધિરાણ ના નિયમ એટલે કે PSL ને 40% જાળવવાનું ચુકી જાય તો ધટતી ટકાવારીની રકમ આ
બેન્કોને રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવેલોપમેન્ટ ફંડ (RIDF) માં
જમા કરાવવાની રહે છે.
આ RIDF ભંડોળ NABARD અંતર્ગત જાળવવામાં આવે છે.
NABARD આ
ભંડોળનો ઉપયોગ રાજ્ય સહકારી બેન્ક, ક્ષેત્રીય ગ્રામીણ બેન્ક, સહકારી બેન્ક, ખેડૂત ગૃહઉધોગ, હસ્ત ઉધોગ, વગેરેને પોતાની નાણાકીય જરૂરીયાત પૂરી પાડે
છે.
NHB National housing bank : NHB ની સ્થાપના વર્ષ ૧૯૮૮ માં કરવામાં આવી હતી.
NHB નું
મુખ્યાલાય નવી દિલ્હીમાં સ્થિત છે.
રાષ્ટ્રીય આવાસ
નીતિ, 1988 માં આવાસ માટે સર્વોચ
સ્તરની સંસ્થા તરીકે NBH ની સ્થાપનાની કલ્પના કરવામાં આવી
હતી.
NHB ની
સ્થાપના ૯ જુલાઈ 1988 ના રોજ નેશનલ હાઉસિંગ બેન્ક એક્ટ 1987 હેઠક કરવામાં આવી હતી.
ભારતના વડા
પ્રધાન દ્વારા 28 ફેબ્રુઆરી 1987 ના રોજ 1987-88 માટેનું કેન્દ્રિય બજેટ રજુ કરતી
વખતે હાઉસિંગ ફાઈનાન્સ માટે સર્વોચ્ચ સ્તરની સંસ્થા તરીકે નેશનલ હાઉસિંગ બેન્ક ની
સ્થાપના કરવાના નિર્ણયની જાહેરાત કરી હતી તે પછી NHB સ્થાપના માટે કાયદાકીય માળખું પૂરું
પાડતું નેશનલ હાઉસિંગ બેન્ક બીલ સંસદ દ્વારા 1987 ના શિયાળુ સત્રમાં પસાર કરવામાં
આવ્યું હતું. અને 23 ડીસેમ્બર 1987 ના રોજ ભારતના માનનીય રાષ્ટ્રપતિની સંમતિથી
સંસદનો કાયદો બન્યો હતો.
વર્તમાન સમયમાં NHB નિ સંપૂર્ણ માલિકી ભારત
સરકારની છે. જે સ્થાપના સમયે RBI ની હતી.
NHB નો મુખ્ય
ઉદેશ્ય હાઉસિંગ પ્રોજેક્ટને ધિરાણ આપતી સંસ્થાઓને પ્રોત્સાહન સંસ્થાની નોધણી તેમની
દેખરેખ તથા આ સંસ્થાને જરૂરીયાત સમયે નાણાકીય ધીતાન આપવાનો છે.
હાઉસિંગ
ક્ષેત્રે સ્થાવર મિલકત માં થતા ફુગાવાના માપન માટે NHB દ્વારા Residex
સૂચકાંક રજુ કરવામાં આવે છે.
SIDBI : સ્મોલ
ઈન્ડસ્ટ્રીઝ ડેવલોપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયાની સ્થાપના 2 જી એપ્રિલ 1990 ના રોજ
ભારતીય સંસદના એક અધિનિયમ હેઠળ સુક્ષ્મ નાના અને મધ્યમ ઉધોગો ક્ષેત્રના પ્રમોશન
ધિરાણ અને વિકાસ માટે મુખ્ય નાણાંકીય સંસ્થા તરીકે કાર્ય કરે છે સમાન પ્રવૃતિઓમાં
સંકળાયેલી સંસ્થાઓના કાર્યોનું સંકલન કરે છે.
SIDBI નો
હેતુ MSME માટે ધિરાણ પ્રવાહને સરળ બનાવવા અને મજબુત કરવા
અને MSME ઈકો- સિસ્ટમમાં નાણાકીય અને વિકાસલક્ષી બન્ને
ગાબદોને દુર કરવાનો છે.
ભારતીય સંસદના
અધિનિયમ હેઠળ 2 જી એપ્રિલ 1990 નાં રોજ સ્થપાયેલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલોપમેન્ટ બેન્ક
ઓફ ઇન્ડિયા (SIDBI)
સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉધોગ ક્ષેત્રના પ્રમોશન ધિરાણ અને વિકાસ માટે મુખ્ય
નાણાંકીય સંસ્થા તરીકે કાર્ય કરે છે. સમાન પ્રવૃતિઓમાં રોકાયેલ સંસ્થાઓના
કાર્યોનું સંકલન કરે છે.
SIDBI નું
મુખ્યાલય લખનૌ માં છે.
SIDBIની
માલિકી SBI, LIC, IDBI અન્ય જાહેરક્ષેત્રની બેન્ક વીમા કંપનીઓ જેવી ભારત સરકાર હેઠળ સંચાલિત થતી
સંસ્થાઓની છે.
ભારતમાં 20 કે
તેથી વધુ શાખા ધરાવતી વિદેશી બેન્ક તેમને આપવામાં આવેલ PSL માનક પુરા કરવામાં નિષ્ફળ
નીવડે ત્યારે માનક દ્વારા પુરા કરવામાં ઘટતી ટકાવારીની રકમ આ વિદેશી બેંકોએ Small Enter Prise Development Fund માં જમાં કાઆવવાની રહે છે. આ SEDFની જાળવણી SIDBI અંતર્ગત કરવામાં આવે છે.
2015 માં SIDBIની ગૌણ સંસ્થા તરીકે મુદ્રા
બેન્કની ઘોષણા કરવામાં આવી હતી.
Primary dealer.
પ્રાથમિક વેપારી
એ બેન્ક અથવા અન્ય નાણાકીય સંસ્થા છે જેને રાષ્ટ્રીય સષ્ટ્રીય સરકાર સાથે
સિક્યોરીટીઝના વેપાર માટે મંજુરી આપવામાં આવી છે. ઘણા દેશોમાં પ્રાથમિક ડીલરો, એકમાત્ર એવી સંસ્થાઓ છે જેઓ નવી
જારી કરાયેલ સરકારી સિક્યોરીટીઝ માટે બીડ કરી શકે છે.
પ્રાથમિક સરકારી
સિક્યોરીટીઝ ડીલરોએ ચોક્કસ પ્રવાહિતા અને ગુણવત્તાની આવશ્યકતાઓને પૂર્ણ કરાવી આવશ્યક છે. આ મોટાભાગે મોટી રોકાણ
બેન્કો અથવા નાણાકીય સંસ્થાઓ અને વિશ્વિક બજારોની સ્થિતિ વિશે કેન્દ્રિય બેન્કોને
માહિતીનો મુલ્યવાન પ્રવાહ પૂરો પાડે છે.
પ્રાથમિક ડીલર એ
બેન્ક અથવા અન્ય પ્રકારની નાણાકીય સંસ્થા છે. જેને કેન્દ્ર સરકાર દ્વારા સરકારી
જામીનગીરીના ખરીદ-વેચાણના વેપાર માટે મંજુરી આપવામાં આવી છે. એટલે કે સરકાર પાસેથી
હરાજી મારફતે ખરીદી માટેનું લાઈસન્સ પ્રાપ્ત હોય છે.
પ્રાથમિક ડીલર
રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના Open market operation માં ભાગ લે છે.
પ્રાથમિક ડીલર
તરીકે કાર્ય કરવા જે-તે નાણાકીય સંસ્થાને રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા પાસેથી લાયસન્સ
મેળવવું ખુબ જ જરૂરી છે.
બેન્કરૂપે કાર્ય
કરતી કોઈ પણ નાણાકીય સંસ્થા પણ અલગથી મંજુરી પછી લાયસન્સ મેળવી પ્રાથમિક ડિલર
તરીકે કાય કરી શકે છે. જેમાં કોટા બેન્ક SBI બેન્ક વગેરેનો સમાવેશ થાય છે.
પ્રાથમિક ડીલર
સરકારી જામીન્ગીરીને કેન્દ્રિય બેન્ક પાસેથી ખરીદીને ગ્રાહાકાને વેચે છે. જે
પ્રારંભિક બજાર બનાવે છે. આ પ્રાથમિક બજારમાંથી જામીનગીરી અન્ય બજારમાં વેચવામાં
આવે છે.
ઉપરોક્ત કાર્ય
રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ઈ-કુબેર જેવા ડિજીટલ માધ્યમથી પૂર્ણ કરવામાં આવે છે.
પ્રાથમિક ડીલર
તરીકે લાયસન્સ પ્રાપ્ત કરવા દરેક નાણાંકીય સંસ્થાને ચોક્કસ નાણાકીય મૂડીની
જરૂરીયાતોને પરિપૂર્ણ કાવરાની રહે છે.
પ્રાથમિક ડીલરને ખ્યાલ રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
દ્વારા સરકારી જામીનગીરી માટે વર્ષ 1995 માં પ્રસ્તુત કર્યો હતો.
NBCI :
નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપની કે જે નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ સંસ્થાઓ તરીકે પણ
ઓળખવામાં આવે છે. તે એવી સંસ્થાઓ છે જે ચોક્કસ બેન્ક સમાન નાણાકીય સેચાઓ પૂરી પાડે
છે. પરંતુ બેન્કિંગ સમાન નાણાકીય સેચાઓ પૂરી પાડે છે.
નોન બેન્કિંગ
ફાયનાન્શિયલ કંપની એ કંપની એક્ટ 1956 હેઠળ નોધાયેલ કંપની છે જે લોન અને એડવાન્સીસ
સરકાર અરહા સ્થાનિક સત્તા દ્વારા જારી કારાયેલ શેર, સ્ટોક્સ,બોન્ડ,
ડિબેન્ચર સીક્યોરીતીઝ્ના સંપાદન અથવા અન્ય માર્કેટેબલ સિક્યોરીટીઝના વ્યવસાયમાં
રીકાયેલી છે જેમકે પ્રકૃતિ, લીઝીંગ,
હાયર, પરચેઝ, વીમા વ્યવસાય ચિત, બીઝનેસ પરંતુ તેમાં એવી કોઈપણ સંસ્થાનો સમાવેશ થતો નથી કે જેનો મુખ્ય
વ્યવસાય કૃષિ પ્રવૃત્તિ ઔધોગિક પ્રવૃત્તિ કોઇપણ માલની ખરીદી અથવા વેચાણ અથવા કોઈપણ
સેવાઓ અને વેચાણ પ્રદાન કરે છે. સ્થાવર મિલકતની ખરીદી બાંધકામ એક નોન બેન્કિંગ સંસ્થા
કે જે એક કંપની છે અને કોઈ પણ યોજના અથવા વ્યવસ્થા હેઠળ થાપણો એક જ રકમમાં અથવા
હપ્તાઓમાં યોગદાન દ્વારા અથવા અન્ય કોઈપણ રીતે પ્રાપ્ત કરવાનો મુખ્ય વ્યવસાય ધરાવે
છે તે પણ નોધ બેન્કિંગ નાણાંકીય કંપની છે.
2. "મુખ્ય વ્યવસાય" તરીકે નાણાકીય
પ્રવૃત્તિ ચલાવવાનો અર્થ શું થાય છે?
મુખ્ય વ્યવસાય તરીકે નાણાકીય પ્રવૃત્તિ એ છે
જ્યારે કંપનીની નાણાકીય અસ્કયામતો કુલ અસ્કયામતોના 50 ટકાથી વધુ અને નાણાકીય
અસ્કયામતોની આવક કુલ આવકના 50 ટકાથી વધુની રચના કરે છે. જે કંપની આ બંને માપદંડોને
પૂર્ણ કરે છે તેને RBI દ્વારા NBFC તરીકે રજીસ્ટર કરવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ દ્વારા 'પ્રિન્સિપલ બિઝનેસ' શબ્દની વ્યાખ્યા કરવામાં
આવી નથી. રિઝર્વ બેંકે તેની વ્યાખ્યા કરી છે જેથી કરીને ખાતરી કરી શકાય કે
મુખ્યત્વે નાણાકીય પ્રવૃત્તિમાં સંકળાયેલી કંપનીઓ જ તેની સાથે નોંધણી કરાવે અને
તેના દ્વારા તેનું નિયમન અને દેખરેખ કરવામાં આવે. આથી જો ત્યાં કૃષિ કામગીરી, ઔદ્યોગિક પ્રવૃત્તિ, માલની ખરીદી અને વેચાણ, સેવાઓ પૂરી પાડતી અથવા
સ્થાવર મિલકતની ખરીદી, વેચાણ અથવા બાંધકામ તેમના મુખ્ય વ્યવસાય તરીકે સંકળાયેલી કંપનીઓ હોય અને
નાનકડો નાણાકીય વ્યવસાય કરતી હોય, તો તેઓને નિયંત્રિત કરવામાં આવશે નહીં. રિઝર્વ બેંક દ્વારા.
રસપ્રદ વાત એ છે કે, આ ટેસ્ટ લોકપ્રિય રીતે 50-50 ટેસ્ટ તરીકે ઓળખાય છે અને કંપની નાણાકીય
વ્યવસાયમાં છે કે નહીં તે નક્કી કરવા માટે લાગુ કરવામાં આવે છે.
3. NBFC બેંકો જેવા જ કાર્યો કરે છે. બેંકો અને NBFC વચ્ચે શું
તફાવત છે?
NBFC ધિરાણ આપે છે અને રોકાણ કરે છે અને તેથી તેમની પ્રવૃત્તિઓ બેંકો જેવી જ હોય છે; જો કે નીચે આપેલા કેટલાક
તફાવતો છે:
i NBFC ડિમાન્ડ ડિપોઝિટ સ્વીકારી શકતું નથી;
ii. NBFCs ચૂકવણી અને પતાવટ પ્રણાલીનો ભાગ નથી બનાવતી અને પોતે દોરેલા ચેક જારી કરી શકતી
નથી;
iii ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશનની ડિપોઝિટ ઇન્સ્યોરન્સ
સુવિધા NBFC ના થાપણદારો
માટે ઉપલબ્ધ નથી, બેન્કોના કિસ્સામાં વિપરીત.
0 ટિપ્પણીઓ